મુંબઈ,તા.૧૮
ઓસ્ટ્રેલિયાના જંગલોનો એક મોટો ભાગ સળગીને ભષ્મ થઇ ગયો છે. ગત ૧૦ વર્ષોમાં ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આ આગ સૌથી ભયાનક આગ છે. લાખો હેક્ટર જંગલ અને અહીંના નેશનલ પાર્ક સુધી આ આગની ઝપટમાં આવી ગયા છે. ઓસ્ટ્રેલિયામાં તાપમાન રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે અને શુષ્ક વાતાવરણ આ આગને વધારી રહ્યું છે.
આ ભયાનક આગના રાહત કાર્ય માટે ધણા લોકો મદદ માટે સામે આવ્યા છે. તેમણે પૈસાનું દાન પણ કર્યું છે. હવે આ લિસ્ટમાં જુહી ચાવલાના પુત્રનું નામ પણ સામેલ થઇ ગયું છે. અર્જુને ઓસ્ટ્રેલિયન ફાયર રિલીફ ફંડને ૩૦૦ પાઉન્ડ (૨૮ હજાર રૂપિયા)દાનમાં આપ્યા છે.
પુત્રના આ નિર્ણય પર જુહી કહે છે કે મને યાદ છે કે તેને મને કહ્યું હતુ કે આ આગમાં આશરે ૫૦ કરોડ જાનવરોની મોત થઇ ગઇ છે એવામાં હું શુ કરી રહી છું તેમની મદદ માટે, તો મેં કહ્યું હતું કે મેં ઝાડ ઉગાવ્યા છે અને બાકી લોકોની કાવેરી કોલિંગ પ્રોજેક્ટથી મદદ કરી રહી છું. જુહીએ વધુમાં કહ્યું કે અમારી વાતચીતના બીજા દિવસે તેને મને કહ્યું કે તેને તેની પોકેટમનીમાંથી ૩૦૦ પાઉન્ડ મદદ માટે મોકલી દીધા છે. મને ખુશી છે કે તે અત્યારથી સારુ વિચારે છે. જણાવી દઇએ કે અર્જુન હાલ યુકેની એક સ્કુલમાં અભ્યાસ કરી રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



