શહીદોનું બલિદાન એળે નહીં જાય, જવાનો પર વિશ્વાસ રાખોઃ પીએમ મોદી

0
8

મુંબઈ,તા.૧૬
પુલવામાં હુમલાના ત્રીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિકાસના કામોનું ખાતમૂહર્ત કરાવવા માટે મહારાષ્ટ્રના યવતમાળમાં પહોંચ્યા હતા. અહીંયા તેમણે રેલ, રોડ, અને આવાસ યોજનાના અનેક કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહર્ત કર્યુ હતું. આ પ્રસંગે પાકિસ્તાનને આડે હાથે લેતા તેમણે પુલવામાં હુમલાના દોષીને સજા આપવાની ખાત્રી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે હું દેશને વિશ્વાસ અપાવા માંગુ છું કે સેનાના જવાનો પર ભરોષો રાખો, તેમને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે, પુલાવામાનો બદલો લેવાશે.
વડા પ્રધાને કહ્યુ, જે પાકિસ્તાન દેવાળિયું થવાના આરે છે, તે પાકિસ્તાન આતંકવાદનો પર્યાય બની ગયો છું, હું દેશને વિશ્વાસ અપાવું છું. જવાનો પર વિશ્વાસ રાખો, પુલવામાના ગુનેગારોને સજા કેવી રીતે કિયા, કોણ આપશે, કેવી રીતે સજા આપશે તે આપણા જવાનો નક્કી કરશે. સાથીઓ આજે આપણે સુરક્ષા સાથે આપણા સપના પુરા કરી રહ્યાં છે, દેશનો વિકાસ કરી શકીએ છીએ તેની પાછળ અગણિત બલિદાન છે. હું પુલવાના શહીદનો ફરી નમન કરૂ છું.
પીએમ મોદીએ કહ્યુ કે, “હું જાણું છું કે આપણે બધાં ઊંડી વેદનાથી પસાર થઈ રહ્યાં છીએ. પુલવામામાં જે થયું તેને લઈને તમારા આક્રોશને હું સમજી શકું છું. જે પરિવારે પોતાના લાલને ગુમાવ્યાં છે તેની પીડા હું અનુભવી શકુ છું. આ શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય. આતંકી સંગઠનોમાં આતંકના આકાઓએ જે ગુનો કર્યો છે તે બાદ તેઓ લાખ છુપવાનો પ્રયાસ કરે તેઓને સજા જરૂરથી મળશે.”
પીએમ મોદીએ એમ પણ કહ્યુ કે સૈનિકમાં અને ખાસ કરીને સીઆરપીએફમાં જે ગુસ્સો છે તે પણ દેશ સમજી રહે છે. તે માટે સુરક્ષાદળોને ખુલી છૂટ આપવામાં આવી છે.
દેશની સુરક્ષા સાથે સમૃદ્ધી માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. એટલે જ વિકાસની પંચધારા, બાળકોના અભ્યાસથી લોકોના કામ પર ધ્યાન આપવામાં આવે છે. કોઈ પણ ક્ષેત્રના વિકાસમાં કનેકિટવિટીનો મહત્વવપૂર્ણ હોય છે. અહીંયા નવા માર્ગનો શિલાન્યાસ કરવામાં આવ્યો.
માર્ગ રેલ સુવિધા ઉપરાંત યવતમાળના ૧૪,૫૦૦ લોકોએ નવા ઘરમાં પ્રવેશ કર્યો છે. ઘર પાકા હોય તો સપના પણ પાક્કા રહેશે. કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૨૨ સુધી દરેક બેઘરને પાક્કા મકાન આપવાનું લક્ષ્ય રાખવાનો ઉદ્દેશ્ય છે. જે પરિવારને ઘર નથી મળ્યા, ૨૦૨૨ પહેલાં દરેક પરિવારને પાક્કુ મકાન મળશે, મળશે મળશે.
દેશના ગામડાના શહેરોમાં ૧.૫ કરોડ બન્યા છે. મહારાષ્ટ્રમાં ૨.૫ લાખ મકાન બન્યા છે. રાજ્યસરકારે ૫૦ હજાર ઘર બનાવ્યા છે. યવતમાળમાં પણ ૧૨ હજાર ઘર બની રહ્યાં છે. પ્રધાન મંત્રી આવાસ યોજનામાં ઘર બની રહ્યાં છે, તે બહેનોને સશકિતકરણ આપી રહ્યાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY