મુંબઈ મહાપાલિકા સ્કૂલ વિદ્યાર્થિનીઓને નિઃશુલ્ક સેનિટરી પેડ્‌સ પૂરા પાડશે

0
6

ધો.૬ થી ૧૦માં સેનિટરી નેપ્કિન્સ પૂરા પાડશે
મુંબઈ,તા.૧૦
મુંબઈ મહાનગરપાલિકા (BMC – બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા તેના દ્વારા સંચાલિત શાળાઓમાં ૬ થી ૧૦ ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીઓને મફતમાં સેનિટરી નેપ્કિન્સ પૂરા પાડશે. પરંતુ, આ નેપ્કિન્સનો નિકાલ કરવા માટેની કોઈ યંત્રણા એણે તૈયાર કરી નથી.
સામાજિક કાર્યકર્તાઓનું કહેવું છે કે આવા નેપ્કિન્સને બાળી નાખવા એ ઉચિત વિકલ્પ નથી, કારણ કે એનાથી પર્યાવરણને નુકસાન થાય. તાજેતરના પ્રસ્તાવ અનુસાર, મહાપાલિકા તેના દ્વારા સંચાલિત શાળાઓમાં ૬ થી ૧૦ ધોરણોમાં ભણતી વિદ્યાર્થીઓને દર મહિને આઠ સેનિટરી નેપ્કિન્સ મફત પૂરા પાડશે. માત્ર ઉનાળાના વેકેશનના બે મહિનામાં આ નેપ્કિન્સ આપવામાં નહીં આવે.
મહાપાલિકા વહીવટીતંત્રએ આ યોજના માટે ત્રણ વર્ષ માટે રૂ. ૯ કરોડનું બજેટ મંજૂર કર્યું છે. મહાપાલિકાના આ નિર્ણયથી મુંબઈની ૪૭,૦૮૪ વિદ્યાર્થિનીઓને લાભ થશે. આ પ્રસ્તાવ અને યોજનાને આવકાર મળ્યો છે, પરંતુ નેપ્કિન્સના નિકાલનો પ્રશ્ન હજી ઉકેલાયો નથી.
નેપ્કિન્સના યોગ્ય પ્રકારે નિકાલ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનમાં અરજી પણ કરવામાં આવી છે. સુનાવણી થવાની બાકી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY