જયપુર, તા.૧૧
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જયપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રના સત્તારૂઢ ભાજપ ઉપર આજે તેજાબી પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ રાફેલ ડીલમાં મોટાપાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ મુકીને કહ્યું હતું કે મોદી આ મહત્વપૂર્ણ મામલા પર બિલકુલ મૌન બનેલા છે. રાહુલે આજે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂંક્યું હતું. સૌથી પહેલા રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જાડાયા હતા. ત્યારબાદ રેલીને સંબોધન કર્યું હતું. જયપુરમાં કોંગ્રેસ પ્રતિનિધિ સંમેલનમાં રાહુલે કહ્યું હતું કે યુપીએના શાસનકાળમાં સરકારે એક વિમાન ૫૪૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધું હતું પરંતુ વર્તમાન સરકાર એજ વિમાનની ખરીદી એક એક વ્યક્ત લાપત્તા હોવાના અહેવાલ મળ્યા છે. ઇડુક્કીના અડીમાલી શહેરમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે.અતિ ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી બંધમાં પાણીની સપાટી ખુબ વધી જતાં જુદા જુદા દરવાજા ખોલવા પડ્યા હતા. મુખ્યમંત્રી પિનારાય વિજયને કહ્યું છે કે, આર્મી, નેવી, કોસ્ટ ગાર્ડ અને એનડીઆરએફની મદદ માંગવામાં આવી છે. એનડીઆરએફની જુદી જુદી ટીમો સક્રિય છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે કોઝીકોડ અને વાલાયર વચ્ચે રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. આ રુટ ઉપર રેલવે સેવા રોકી દેવામાં આવી છે.
ડિવિઝનલ રેલવે મેનેજર અને અન્ય અધિકારીઓએ પરિસ્થતિની સમીક્ષા કરી છે. અહીં ટ્રેકને વ્યવસ્થત કરવાની કામગીરી ચાલી રહી છે. ટ્રેન સેવાને અસર થઇ છે. વહીવટીતંત્રને ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાઈએલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. કોઝીકોડ અને વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. એનડીઆરએફની એક ટીમ કોઝીકોડે પહોંચી ચુકી છે. કેન્દ્રમાંથી ઉત્તર કેરળ માટે બે ટીમોને મોકલવામાં આવી છે. ઇડુક્કી, કોલ્લામ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઇડ્ડુકી માટે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. મુન્નારમાં ૨૪ વિદેશી સહિત ૫૦ પ્રવાસી અટવાયા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



