નડિયાદ અને ખેડામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ એક હજાર ઉપરાંત મહિલાઓને રાંધણ ગેસ જોડાણનું વિતરણ

0
29

નડિયાદ અને ખેડા પ્રાંતમાં સમાવિષ્‍ટ નડિયાદ, મહુધા અને વસો તથા ખેડા, માતર અને મહેમદાવાદ તાલુકાની ગરીબ પરીવારોની મહિલાઓને આજે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સાંસદશ્રી દેવુંસિંહ ચૌહાણ, ધારાસભ્‍યશ્રી કેસરીસિંહ સોલંકી, શ્રી અર્જુનસિંહ ચૌહાણ અને કલેક્ટરશ્રી આઇ.કે.પટેલના હસ્‍તે લાભાર્થીઓને રાંધણ ગેસ જોડાણનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

સાંસદશ્રી દેવુંસિંહ ચૌહાણ જણાવ્‍યું કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ગરીબ પરિવારોની મહિલાઓ માટે આર્શીવાદરૂપ સાબિત થઇ છે. ખેડા જિલ્‍લામાં અત્‍યાર સુધીમાં ૮૫૦૦૦ ગેસ કનેક્શનના લક્ષ્‍યાંક સામે ૭૧,૯૬૩ ગરીબ પરિવારની મહિલાઓને ગેસ જોડાણ પુરા પાડવામાં આવ્‍યા છે.

શ્રી ચૌહાણે જણાવ્‍યું કે, નડિયાદ પ્રાંત હેઠળના ત્રણ તાલુકાઓમાં ૧૧,૫૫૨ ગરીબ મહિલાઓને ગેસ કનેક્શન આપવામાં આવ્‍યા છે. જયારે મંગળવારે કપડવંજ પ્રાંત હેઠળના બે તાલુકામાં ૮૮૬ સહિત ૨૧,૦૦૦ મહિલાઓને ગેસ જોડાણ આપવામાં આવ્‍યા છે. નડિયાદમાં ૫૧૦ અને ખેડામાં ૫૦૦ સહિત એક હજાર ઉપરાંત ગરીબ મહિલાઓને આજે રાંધણ ગેસ જોડાણનું વિતરણ કરવામાં આવ્‍યું છે. સાંસદશ્રી ચૌહાણે રાજય/કેન્‍દ્ર સરકારની પ્રજા કલ્યાણની યોજનાઓની વિસ્‍તૃત જાણકારી આપી હતી.

કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે જણાવ્‍યું કે, ખેડા જિલ્‍લામાં ગરીબી રેખા હેઠળના પરિવારો અને પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આવરી લેવામાં આવશે. કલેક્ટરશ્રીએ રાંધણ ગેસનો ઉપયોગ કરી સ્‍વાસ્‍થપ્રદ જીવન જીવવાનો લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્‍લા પુરવઠા અધિકારી અમૃતભાઇ પટેલ, પ્રાંત અધિકારીશ્રી લલિત પટેલ, રીટાબેન પંડ્યા,  આઇ.એસ.ઓ.ના અધિકારી, મામલતદાર પ્રકાશ મેકવાન, તાલુકા વિકાસ અધિકારી, અગ્રણીઓ, નગરસેવકો, તાલુકા/જિલ્‍લા પંચાયતના સદસ્‍યો, અને મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ અને નગરજનો ઉપસ્‍થિત રહયા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY