ગુજરાત રાજ્યની અમુક ખાનગી યુનિવેર્સિટીઓમાં કૃષિ સ્નાતક કક્ષાના અનઅઘિકૃત કોર્ષ જેમ કે બી.ટેક.(એગ્રિકલચર ઈજનેર) અને બી.એસ.સી.(એગ્રિકલચર) ચલાવી રહી છે.

આ સદરહ કોર્ષને રાજ્ય સરકાર દ્રારા અને રાજ્ય સરકાર દ્રારા સંચાલિત રાજ્ય કૃષિ વિશ્વ વિદ્યાલયો દ્રારા માન્યતા પ્રાપ્ત થયેલ નથી.તેમ છતાં તેઓ આ કોર્સ ગેરકાયદેસર રીતે છેલ્લા 5 વર્ષ થી ચલાવી રહ્યા છે. રાજ્ય સરકારશ્રી દ્રારા વર્ષ 2016માં સ્પષ્ટ રીતે સદર કોર્સ બંધ કરવા જણાવેલ હોવા છતાં પણ ગેરકાયદેસર કૃષિ સ્નાતક થયેલા વિધાર્થીઓ રાજ્યની માન્ય કૃષિ યુનિવેર્સિટીઓમાં અનુસ્નાતક કોર્ષમાં પ્રવેશ અંગેની માંગણી કરે છે .જેના કારણે ગુજરાત કૃષિ યુનિવેર્સિટીઓના અનુસ્નાતક કોર્ષમાં પ્રવેશ લેવા માગતા વિધ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા પર રોક લાગી ગયેલ છે જેથી તેમનો શિક્ષણનો અમૂલ્ય સમય વેડફાઇ રહ્યો છે અને તેમનું ભવિષ્ય અધ્ધરતાલ છે.અને તારીખ ૦૬ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં ફરી એકવાર ચુકાદાની તારીખ પાછળ જતા અને સરકાર દ્વારા નક્કર પગલા ના લેવાતા એક મહિનાથી ગુજરાતની કૃષિ યુનીવર્સીટીઓ આણંદ, જુનાગઢ, નવસારી, સરદારકૃષિનગર દાંતીવાડાના વિધાર્થીઓં દ્વારા ખાનગીકરણના વિરોધમાં સતત ઉગ્ર આંદોલન કરી વિરોધ વ્યક્ત કૃષિ યુનિવર્સિટીથી ભરૂચ બિગ બજાર સુધી વિદ્યાર્થીઓ દવરા રેલી યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
રિપોર્ટર
અંકિતા પાટણવાડિયા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





