મતદાર યાદી સુધારણા કાર્યક્રમ – ૨૦૧૯

0
51

ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ તા.૦૧-૦૧-૨૦૧૯ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી શકે તે માટે ખેડા જિલ્‍લામાં તા.૦૧-૦૯-૨૦૧૮ થી તા.૧૫-૧૦-૨૦૧૮ સુધી જિલ્‍લાની છ વિધાનસભા મતદાર વિભાગમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્‍યો છે. મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારયાદીમાં નામ નોંધાવવા, રદ કરવા, કોઇ નામ સામે વાંધો લેવા અને નામ તથા અન્‍ય વિગતો સુધારવા માટે નાગરિકો અરજી કરી શકશે. અરજીના નમૂના કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારી/પ્રાંત અધિકારીની કચેરી, મામલતદાર કચેરીમાંથી વિના મૂલ્‍યે મેળવી શકાશે તેમજ આ નમૂના ભરીને જરૂરી પુરાવા સાથે ત્‍યાં જ આપી શકાશે. આ ઉપરાંત મુખ્‍ય નિર્વાચન અધિકારીશ્રીની વેબસાઇટ www.ceo.gujarat.gov.in પર ઓનલાઇન અરજી પણ કરી શકાશે એમ જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે જણાવ્‍યું છે.

જેના ભાગરૂપે જિલ્‍લામાં આગામી તા.૩૦-૦૯-૨૦૧૮ને રવિવારના રોજ ખાસ ઝુંબેશના દિવસે સવારે ૧૦ થી સાંજના ૫.૦૦ કલાક દરમિયાન જિલ્‍લાના ૧૬૮૦ મતદાન મથકોએ બીએલઓ મારફત મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે જરૂરી નમૂના મેળવી અરજીઓ તે સ્‍થળે પરત આપી શકાશે. આપનું નામ મતદાર યાદીમાં છે કે, કેમ તેની ચકાસણી માટે હેલ્‍પલાઇન નંબર ૧૯૫૦ ઉપર સંપર્ક કરી શકાશે તેમજ SMS-8511199811 ઉપર EPIC….. લખી પોતાનું નામ ક્યાં ચાલે છે તેની વિગત પણ મેળવી શકાશે. મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે ફોર્મ નં.૬, સ્‍થળાંતર, અવસાન, લગ્‍ન થવાથી કમી કરવા માટે ફોર્મ નં.૭, જરૂરી સુધારા-વધારા માટે ફોર્મ નં.૮ તેમજ એક જ વિધાનસભા મતદાર વિભાગમાં રહેઠાણ બદલાયેલ હોય તો સરનામું સુધારવા માટે ફોર્મ નં.૮(ક) ભરી શકાશે.

સુગમ નિર્વાચન અંતર્ગત કોઇપણ મતદાર બાકી ન રહી જાય તે માટે જિલ્‍લા ચૂંટણી તંત્ર કટિબધ્‍ધ છે. મતદાર યાદી ક્ષતિ રહિત બને અને તે માટે લાયકાત ધરાવતા તમામ મતદારોએ પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવવા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે અનુરોધ કર્યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY