નડિયાદમાં વિશ્વ મહામાનવ પૂ.મહાત્મા ગાંધીજીના ૧૫૦ મા જન્મ દિવસની હરખભેર ઉજવણી .

0
250

રાષ્‍ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીજીની ૧૫૦મી જન્‍મજ્યંતિ (સાર્ધ શતાબ્‍દી) ઉજવણીનો પૂ.બાપુના જન્‍મદિનથી સમગ્ર રાષ્‍ટ્રમાં આજથી પ્રારંભ થયો છે.

પૂ.બાપુના વિચારો આદર્શ અને મૂલ્‍યોનો પ્રચાર-પ્રસાર થાય તેમજ યુવાનો અને ભાવિપેઢી પૂ.બાપુના આદર્શ મૂલ્‍યોને આત્‍મસાત કરે તે માટે ખેડા જિલ્‍લા પ્રશાસન અને નડિયાદ નગરપાલિકા દ્ધારા નડિયાદ સહિત સમગ્ર જિલ્‍લામાં દિવસભર હરખભેર ગાંધી વિચાર પ્રચારક કાર્યક્રમો સાથે જિલ્‍લામાં પૂ.બાપુની ૧૫૦મી જન્‍મજ્યંતિ ઉજવણીનો પ્રારંભ થયો હતો.

નડિયાદ શહેરમાં સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન હેઠળ સંતરામ મંદિરથી સવારે પ્રભાત ફેરી યોજાઇ હતી. જે સમડી ચકલા, ભાવસારવાડ થઇ, સાંથ બજાર, પોલીસ ચોકી, ખજૂરી પોળ, નાગરકૂઇ પ્રણામી મંદિર, રબારીવાડમાં પૂ.બાપુના સ્‍વચ્‍છતાનો સંદેશો સમાજમાં ફેલાવ્‍યો હતો. સરદાર સાહેબના જન્‍મ સ્‍થળ પાસે પૂ.બાપુની પ્રતિમાને કલેક્ટરશ્રી આઇ.કે.પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.એન.મોદી, જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી દિવ્‍ય મિશ્ર તથા પદાધિકારીઓએ સુતરની આંટી અર્પણ કરી ભાવાજંલિ આપી હતી. ત્‍યારબાદ મહાનુભાવોએ સરદાર જન્‍મસ્‍થળની મુલાકાત લીધી હતી. પ્રભાત ફેરીમાં ઉચ્‍ચ અધિકારીઓ વિધાર્થીઓ સાથે શહેરીજનો જોડાયા હતા.

સાંસદશ્રી દેવુંસિંહ ચૌહાણે જણાવ્‍યું કે સમગ્ર રાષ્‍ટ્રમાં આજથી પૂ.મહાત્‍મા ગાંધીજીની ૧૫૦ મી જન્‍મજ્યંતિની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ દેશને સ્‍વચ્‍છ બનાવવા માટે સમગ્ર દેશમાં સ્‍વચ્‍છતા અભિયાન શરૂ કર્યું છે, જેના પરિણામ સ્‍વરૂપે આજે સમગ્ર દેશની ગલીઓથી માંડી શહેરો સ્‍વચ્‍છ બની રહયા છે. સ્‍વચ્‍છતાને જીવનમાં સહજ સ્‍વભાવ તરીકે કેળવી સ્‍વચ્‍છતાગ્રહી બનીશુ તો જ પૂ.બાપુને સાચી શ્રધ્‍ધાંજંલિ આપી ગણાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ઇપ્‍કોવાલા હોલ ખાતે યોજાયેલ સર્વધર્મ સમભાવ પ્રાર્થના સભામાં બ્રહમર્ષિ સંસ્‍કાર ધામના ઋષિકુમારો, ઇસ્‍લામિક રીસર્ચ એન્‍ડ એજ્યુકેશન સેન્‍ટરના અગ્રણીઓ અને સી.એન.આઇ.ચર્ચ ઓફ નોર્થ ઇન્‍ડિયાના ફાધર દ્ધારા પૂ.બાપુના સત્‍ય અને અહિંસાના વિચારો પ્રસ્‍તુત કર્યા હતા. તો શાળાના વિધાર્થીઓ અને શિક્ષકોએ પૂ.બાપુના વિચારોનું વાંચન કર્યું હતું. પ્રાર્થના સભામાં પૂ.બાપુના ભજન વૈષ્‍ણવજન તો થી બાપુને અનોખી ભાવાજંલિ આપવામાં આવી હતી. આ પ્રાર્થના સભામાં સાંસદશ્રી દેવુંસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી દિપીકાબેન પટેલ સહિત ઉચ્‍ચ અધિકારીઓ જોડાયા હતા.

આ અવસરે ખેડા જિલ્‍લામાં સ્‍વચ્‍છતા હી સેવા પખવાડીયાની ઉજવણી દરમિયાન યોજાયેલ નિબંધ, ચિત્ર અને વક્તુત્‍વ સ્‍પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓને સાંસદશ્રી દેવુંસિંહ ચૌહાણ, કલેક્ટરશ્રી આઇ.કે.પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.એન.મોદીના હસ્‍તે પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

શહેરના માખણપુરા વિસ્‍તારમાં સાંસદશ્રી દેવુંસિંહ ચૌહાણ, કારોબારી સમિતિના ચેરમેનશ્રી મનીષભાઇ દેસાઇ તથા મહાનુભાવોના હસ્‍તે નડિયાદ શહેરને સ્‍વચ્‍છ અને સમૃધ્‍ધ રાખવા નાગરિકોને લીલા અને સુકો કચરો પોતાના ઘર આંગણે એકત્ર કરવા ડસ્‍ટબીનનું વિતરણ કરી સ્‍વચ્‍છતાના શપથ લેવડાવવામાં આવ્‍યા હતા.

નડિયાદ રેલ્‍વે સ્‍ટેશન ખાતે સંત નિરાકરી સેવા દળના સભ્‍યો તથા ગાયત્રી પરિવાર દ્ધારા સ્‍વચ્‍છતા અંગેન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ગાયત્રી પરિવાર દ્ધારા પૂ.બાપુની ૧૫૦મી જન્‍મજ્યંતિ નિમિતે ૧૫૦ દિપ પ્રગટાવીને બાપુને આદરાંજલિ આપવામાં આવી હતી. ગાયત્રી પરિવાર દ્ધારા સ્‍વચ્‍છતા રેલી, વ્‍યસન મુક્તિનો સંદેશો ફેલાવવામાં આવ્‍યો હતો.

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી રમેશ મેરજા, ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી કે.ડી.લાખાણી, પ્રાંત અધિકારીશ્રી લલિત પટેલ, પદાધિકારીઓ, નગરસેવકો, શાળાના બાળકો, નગરજનો વિશાળ સંખ્‍યામાં જોડાયા  .

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.


*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY