વલસાડ જિલ્લામાં પૂજય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ૨જી ઓકટોબરની ઉજવણી રાજયના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે, બાઇબલ પછી સૌથી વધુ જો વાંચન થયુ હોય તો તે ગાંધીજીના સત્યના પ્રયોગોના બુકનું વાંચન થયું છે. ગાંધીજીનું જીવન પ્રેરણાદાયક છે. ગાંધીજી દઢ સંકલ્પ કરનારા હતા. દઢ સંકલ્પ કરનાર જ મહાપુરૂષ બની શકે, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિને આપેલી અનામતએ ૧૯૩૨ માં ડો.બાબાસાહેબ આંબેડકર અને પૂ.ગાંધીના વિચારોની દેન છે. મંત્રીશ્રી પૂજય ગાંધીજીના જીવનના સંસ્મરણો રજૂ કર્યા હતા.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીજીની ઓળખ માટે મહાત્મા મંદિર બનાવવા રાજયના ગામે ગામથી માટી મંગાવી મંદિરના પાયામાં નાંખીને સૌને ગાંધી વિચાર સાથે જોડયા છે. સ્વચ્છતાના આગ્રહી પૂજય ગાંધીજીને સાચી શ્રધ્ધાંજલિ અર્પવા સ્વચ્છતા મિશન કાર્યક્રમ યોજીને ૨ જી ઓકટોબર ૨૦૧૯ સુધીમાં ભારત દેશને સંપૂર્ણ સ્વચ્છ બનાવવા કાર્ય કરી રહયા છે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની અખંડિતતાનું પ્રતિક બની રહેશે તેમ જણાવી ગાંધી જયંતિની સૌને શુભેચ્છા પાઠવી હતી.
ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સ્વચ્છતાક્ષેત્રે ઉત્કૃષ્ઠ સેવા આપનાર સફાઇ કામદારો તથા સ્વચ્છતા અંગે નિબંધ, વકૃત્વ તથા ચિત્રકામના વિજેતા વિદ્યાર્થીઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
ગાંધી જયંતિ અવસરે સવારે કલેકટર કચેરી ખાતેથી મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારે ઝંડી ફરકાવી પ્રભાત ફેરીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં મંત્રીશ્રી સહિત ધારાસભ્યો શ્રી કનુભાઇ દેસાઇ, શ્રી ભરતભાઇ પટેલ, કલેકટરશ્રી સી.આર.ખરસાણ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુનિલ જોશી વલસાડ નગરપાલિકના પ્રમુખશ્રી પંકજભાઇ આહિર સહિત અધિકારી/પદાધિકારીઓ જોડાયા હતા. ગાંધી લાયબ્રેરી ખાતે પૂ.ગાંધીજીની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પી મોરારજી દેસાઇ હોલ ખાતે સભાના રૂપમાં ફેરવાઇ હતી. આ અવસરે ગાંધીજીના પ્રિય ભજનો અને પ્રેરક પ્રસંગો રજુ કરાયા હતા, કાર્યક્રમના અંતે સૌને સ્વચ્છતા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે મંત્રીશ્રી અને મહાનુભાવોએ એસ.ટી. ડેપો ખાતે સામુહિક સફાઇ ઝુંબેશ કરી હતી. આ કાર્યક્રમમાં બાઇ આંવા બાઇ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



