નૈરોબીમાં છોકરીઓએ સેનિટરી પેડ માટે હાઈ-વે પર ડ્રાઈવરો સાથે સેક્સ માણવું પડે છે!!

0
29

નૈરોબી,તા.૧૭
વિશ્વભરમાં તમામ પ્રયત્નો છતાં મહિલાઓના પીરિયડ્‌સને લઈને લોકોમાં હજુ પણ જાગરૂકતા નથી આવી. માત્ર ભારત જ નહીં વિશ્વના અનેક દેશ એવા છે, જે આ મુદ્દાને શરમનો વિષય માને છે. આફ્રીકી મહાદ્વીપમાં કેન્યા જેવા દેશની કહાની પણ કંઈક એવી જ છે. અહીં આજે પણ મહિલાઓના પીરિડ્‌સના મુદ્દે લોકો વાત કરવા નથી માગતા, તેમના માટે એ શરમની વાત હોય છે. કેન્યાની રાજધાની નૈરોબમાં અનેક વિસ્તાર એવી છે જ્યાં સેનેટરી પ્રોડક્ટ્‌સ માટે મહિલાઓ અને યુવતીઓને પોતાનું શરીર વેચવું પડી રહ્યુ છે.
યુનિસેફના એક સંશોધનમાં એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. આંકડા અનુસાર નૈરોબીના કિબેરા વિસ્તારમાં અંદાજે ૬૫ ટકા મહિલાઓ માત્ર એક સેનેટરી પેડ માટે સેક્સ કરવા માટે મજબૂર છે. એક ચેરિટી સંસ્થાના સર્વેમાં સામે આવ્યું ચે કે, પશ્ચિમી કેન્યામાં અંદાજે ૧૦ ટકા યુવતીઓ એવી છે, જેણે લગ્ન પહેલા એક પેડ માટે પોતાના શરેરનો સોદો કર્યો હતો. યૂનિસેફના સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, કેન્યાની ૫૪ ટકા યુવતીઓને સેનેટરી પેડ જેવી હાઈજીન પ્રોડક્ટ ઉપલબ્ધ નથી થતી.
ઇન્ડિપેન્ડેન્ટ અહેવાલ અનુસાર, કેન્યામાં યૂનીસેફના મુખ્ય અધિકારી અેન્ડ્રુય ટ્રેવેટે કહ્યુ કે, અહીં આ કોઈ મોટી વાત નથી. તેમના જણાવ્યાનુસાર અહીં ઘણાં વિસ્તાર એટલા ગરીબ છે કે યુવતીઓ અહીં ટેક્સી ડ્રાઈવર સાથે સેક્સ કરતા અચકાતી નથી. તેના બદલામાં તેને સેનેટરી આઈટ્‌સ જેવી વસ્તુઓ મળે છે.
આમ કરવા પાછળના બે કારણ છે. પ્રથમ સૌથી મોટું કારણ ગરીબી છે. પરંતુ બીજુ કારણ છે અહીં દરેક જગ્યાએ હાઈજીન પ્રોડક્ટ્‌સ ન મળવી. સેનેટરી આઈટમ્સ દરેક જગ્યાએ નથી મળી. ખાસ કરીને અંતરિયાળ ગામડાઓમાં તો તેના વિશે વિચારી પણ ન શકાય. યુવતીએ તેને ખરીદવા માટે શહેર સુધી ન જઈ શકે. કારણ તેમના માટે ન તો રોડ છે અને ન તો બસની સુવિધા છે. તે કહે છે કે, પીરિયડ્‌સ સાથે જાડાયેલ અનેક કૂપ્રચાર અહીં આજે પણ પ્રચલિત છે. અહીં કોઈ તેના વિશે વાત કરવા તૈયાર નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY