બેઈજિંગ,તા.૧૭
દરેક યુવતીનું એક સ્વપ્ન હોય છે કે તેના સપનાનો રાજકુમાર તેને એ પ્રકારે પ્રપોઝ કરે કે જિંદગીભર તેને યાદ રહે. આકાશમાં વાદળોની વચ્ચે પ્રેમનો પ્રપોઝ કરવી એ એક રોમન્ટિંક પળ છે. જોકે, દુર્ભાગ્યની બાબત એ છે કે, ચીનમાં એક વિમાન સહાયકને લગ્નની પ્રપોઝલ સ્વીકારવી એ ખુશીના બદલે દુખનું કારણ બન્યું છે. એક મહિના પહેલાં ફ્લાઇટ એટેન્ડન્ટને તેની પ્રેમીએ વિમાનમાં પ્રેમનું પ્રોઝ કર્યું હતું.
ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સના આ ફ્લાઇટ એટેડન્ટને નોકરીમાંથી કાઢી મૂકાઈ છે. આ બાબત મે મહિનામાં ઘટી છે. ફ્લાઇટ ટેક ઓફ થયાના ૩૦ મીનિટ બાદ ફ્લાઇટ એટેન્ડન્ટના પ્રેમીએ ઘૂંટણ પર બેસીને પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ તમામ મુસિબતનો આ ફ્લાઇટ એટેડન્ટે સામનો કરવો પડ્યો છે. એરલાઇન્સે નોકરીમાંથી કાઢી મૂકવા માટે એ કારણ આપ્યું છે કે, તેને યાત્રિકોના જીવને જાખમમાં મૂક્્યા હતા.
કંપનીના જણાવ્યા અનુસાર રોમાન્ટિંક વ્યવહારને પગલે યાત્રિકોના વચ્ચે અશાંતિ પેદા થઈ હતી. યાત્રિકોની સુરક્ષા વ્યવસ્થાના મામલે આ ગંભીર ઘટના છે. આ બાબતે લોકોમાંથી પણ મિશ્ર પ્રતિભાવો આવી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



