કામરેજમાં રેતીની લીઝ બાબતે વિનુભાઈ સાવલીયાનું અપહરણ

0
42

કારમાં અપહરણ કરી માર મારી ધમકી આપી
સુરત, તા.૩૧
કામરેજ-વેલંજા ગામના સરકારી દવાખાના પાસે રેતીની લીઝ બાબતે ભાગ લખી આપ નહીં તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ચાર આરોપીઅો ફરાર થઈ ગયા હોવાનો બનાવ કામરેજ પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામના વતની અને હાલમાં વેલંજા ગામ ખાતે રહેતાં નિલકંઠવાણી સોસાયટીમાં રહેતા વિનુભાઈ બચુભાઈ સાવલીયા રહે છે. તેઅોની પોતાની રેતીની લીઝ છે. આરોપી વસંત ઉકાભાઈ નસીત, એક અજાણ્યો ઈસમ, હિતેશ ગોયાણી તથા જીગ્નેશભાઈ વિગેરેઅોએ લીઝ ધારક વિનુભાઈ સાવલીયાને બળજબરી પૂર્વક ડસ્ટર ગાડીમાં બેસાડી ઢીક મુક્કીનો માર મારી તેમની લીઝનો ભાગ લખાવી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. કામરેજ પોલીસ મથકમાં લીઝ ધારકે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ તથા મારી નાંખવાની ધમકીનો ગુનો ૪ ઈસમો સામે દાખલ કરી તપાસ શરૂ કરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY