કોર્બેટ ટાઇગર રિઝર્વમાં વાઘોનાં મોત મામલે સીબીઆઈને સોપાઇ તપાસ

0
11

દહેરાદૂન,તા.૫
ઉત્તરાખંડ હાઇકોર્ટે કોર્બેટ ટાઇગર રિઝર્વમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વાઘોનાં મોત મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશ (CBI) તપાસનાં આદેશ આપ્યા છે. વાઘોના શિકાર મામલે સ્થાનિક વન વિભાગના અધિકારીઓની મિલીભગત હોવાના આરોપ પણ લાગ્યા છે.
ઉત્તરાખંડ હાઇકોર્ટની ડિવીઝન બેંચે વાઘોના મોતના મામલે સીબીઇ તપાસનાં આદેશ કર્યા છે. કોર્ટે સીબીઆઇને એવો પણ આદેશ કર્યો છે કે, વાઘનાં શિકારમાં વન અધિકારીઓની સંડોવણીની પણ તપાસ કરવી.
કોર્ટે સીબીઆઇને આ અંગેની તપાસનો અહેવાલ ત્રણ મહિનામાં બંધ કવરમાં રજૂ કરવા આદેશ કર્યો છે. કોર્ટે આ મામલે તપાસ કરવા માટે વાઇલ્ડલાઇફ ક્રાઇમ વિંગની મદદ લેવી હોય તો લઇ શકે છે એમ પણ જણાવ્યું.
આ કેસની વિગતો એવી છે કે, છેલ્લા છ મહિનામાં કોર્બેટ ટાઇગર રિઝર્વમાં જે નવ વાઘોના મોટ થયા તેમાં છ વાધોના મોત જ કુદરતી રીતે થયા હતા. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યુ કે, કોર્ટ સીબીઆઇ તપાસનો આદેશ કરતી નથી પણ આ કેશમાં સીબીઆઇની નિપણુતાની જરૂર જણાય છે એટલા માટે સીબીઆઇ તપાસના આદેશ આપવામાં આવે છે”.
ઉત્તરાખંડ હાઇકોર્ટે નિરીક્ષણ કર્યુ કે, છેલ્લા અઢી વર્ષમાં ઉત્તરાખંડમાં ૪૦ વાઘો અને ૨૭૨ દિપડાના મોત નિપજ્યા છે. અખબારોમાં પ્રકાશિત અહેવાલો પ્રમાણે, ઉત્તરાખંડમાં શિકારીઓ સક્રિય થયા છે અને આ ગેંગ હરિયાણાથી આવે છે.કોટ્રે ઉત્તરાખંડના પોલીસવડાને એક તપાસ ટીમની રચના કરી આ શિકારીઓને પકડવા માટે પણ આદેશ આપ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY