પોલીસ ચોકીના ટેબલ-ખુરશીની તોડફોડ કરી પોલીસ કર્મચારીને પણ ફટકાર્યો
સુરત, તા.૩૧
કડોદરા ચાર રસ્તા પાસે આવેલી એક પોલીસ ચોકીમાં દારૂ ઢીંચીને આવેલા રિક્ષા ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા જતાં આરોપીએ ઉશ્કેરાઈ જઈ પોલીસ ચોકીના ટેબલના કાચ તોડી નાંખી ઢીક મુક્કીનો માર તથા લાતો મારી મારી નાંખવાની ધમકી આપી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કડોદરા જીઆઈડીસી પાસે આવેલી એક પોલીસ ચોકીમાં વિજયભાઈ દલાભાઈ મકવાણા ફરજ બજાવે છે. મૂળ જલગાંવ મહારાષ્ટ્રના વતની અને હાલમાં ચલથાણ લક્ષ્મીનગર પાસે રેહતા મયુર સાહેબરાવ તેમની પોલીસ ચોકીમાં દારૂ ઢીંચીને આવી બુમ બરાડા પાડતો હતો. આ દરમ્યાન પોલીસ કર્મચારી વિજય મકવાણા તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં પણ તે ન સમજતા ઉશ્કેરાઈ જઈ ટેબલ પરના કાચ તોડી નાંખી ઢીક મુક્કીનો તેમજ લાતો મારી શરીરના ભાગે ગંભીર ઈજાઅો પહોંચાડી હતી. પોલીસ કર્મચારી વિજય મકવાણાએ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૪૨૭, ૩૨૩, ૩૫૩, ૫૦૬ (૨) મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






