હાલ ચાલી રહેલી બેવડી ઋતુ માં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ પર લાલ આંખ
શહેરમાં ચેકીંગ દરમિયાન પાંચ પાણી પુરીની લારીઓમાં નિયમનું પાલન ન કરાતું હોવાનું જોવા મળતા ડિટેન કરી દંડ ફટકારતા ફફડાટ
ગાર્ડનના ફૂટપાથ પર દબાણ કરતી ગેર કાયદેસર લારીઓ પણ ચોમાસાના કારણે હટાવવા પાલિકા કડક થશે
રાજપીપળા : રાજપીપળા શહેરમાં પાલિકા ટિમ દ્વારા ખાણી પીણી ની લારીઓ પર રેડ કરી ચેકીંગ હાથ ધરાયું જેમાં પાંચ પાણી પુરી ની લારીઓ વાળા નિયમનું પાલન ન કરતા જણાઈ આવતા આ લારીઓ ડિટેન કરી દંડ વસુલ કરાતા અન્યમાં ફફડાટ ફેલાયો હતો
રાજપીપળા નગર પાલિકાના સીઓ આર એસ દેાઈના માર્ગદર્શન મુજબ હેમરાજસિંહ રાઠોડની સૂચના બાદ પાલિકા ટીમે રાજપીપળા શહેરમાં ચાલતી ખાણી પીણી ની લારીઓ વાળા અગાઉ આપેલી સૂચનાનું પાલન કરે છે કે નહીં એ માટે અચાનક ચેકીંગ હાથ ધરાયુ જેમાં મુખ્ય ગાર્ડનમાં ઉભી રહેતી પાણી પુરીની પાંચ લારીઓ વાળા નિયમોનું પાલન ન કરતા જણાઈ આવતા પાલિકા ટીમે આ પાંચ લારીઓ ડિટેન કરી કડક કાર્યવાહી હાથ ધરી 2600/- રૂપિયા દંડ વસુલ કરતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો જોકે પાલિકા દ્વારા આ તમામને નિયમોનું પાલન કરવા અગાઉ વારંવાર સૂચના આપી હોવા છતાં પાલન ન કરતા આખરે કડક કાર્યવાહી કરી છે હજુ મુખ્ય ગાર્ડન બહાર ફૂટપાથ પર દબાણ કરતી લારીઓ દ્વારા ચોમાસામાં ગંદકી ન થાય એ માટે ટૂંક સમયમાં આ લારીઓ પણ હટાવી કડક કાર્યવાહી કરાશે એમ હેમરાજસિંહ રાઠોડે જણાવ્યું હતું.
ચોમાસામાં લોકોના સ્વાસ્થ્ય ન બગડે એ માટે કડક કાર્યવાહી જરૂરી : ચીફ ઓફિસર
પાલિકાના ચીફ ઓફિસર આર એસ દેસાઈ એ જણાવ્યું કે હાલ ચોમાસા ની શરૂઆત માં બેવડી ઋતુ હોય ખાણી પીણી માં જો વેપારીઓ તકેદારી ન રાખે તો લોકોના સ્વાસ્થ્ય બગડે એમ હોય મેં મારી ટીમને આ બાબતે કડક સૂચના આપી હતી અને આ લોક હિત માટે અત્યંત જરૂરી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





