ન્યુ દિલ્હી,તા.૭
સુપ્રીમ કોર્ટે કુંભ મેળામાં શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદને જમીન અને અન્ય સુવિધા પુરી પાડવાના આદેશ રાજ્ય સરકારને આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શંકરાચાર્યની ગાદી પર સ્વામી સ્વરૂપાનંદને વિરાજમાન માનવામાં આવશે.
સ્વામી સ્વરૂપાનંદના વકીલ આરપી રાવલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, શંકરાચાર્ય જ્યોતિષ્પીઠની ગાદી અંગે અંતિમ નિર્ણય નહી લે ત્યાં સુધી સ્વામી સ્વરૂપાનંદને શંકરાચાર્ય માનવામાં આવે. મહત્વનું છે કે, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ સ્વામી સ્વરૂપાનંદે હોઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. જે બાદ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




