નર્મદામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા 8 MPHW કર્મચારીઓને છુટા કરાતા રોષ 

0
26

કોર્ટ મેટર હોવા છતાં અધિકારીઓએ અંગત સ્વાર્થ ખાતર સર્ટિફિકેટ ખરાઈને લઈને કર્મચારીઓને છુટા કર્યા …?

પાંચ વર્ષથી ફરજ બજાવતા હોવા છતાં તંત્ર આજે 8 કર્મચારીઓને બેરોજગાર બનાવી દીધા છે. 

રાજપીપળા : નર્મદા જિલ્લાના આરોગ્ય શાખામાં છેલ્લા પાંચ સાત વર્ષ થી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર કર્મચારીઓ વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવે છે. જેમની બાહ્ય રાજ્યની ડિગ્રીને લઈને જેની ખરાઈ બાબતે રાજ્યભરમાં ઓહાપો થયો હતો અને રાજ્યમાંથી અનેક કર્મચારીઓને છુટા કરવામા આવ્યા હતા. જેમાં નર્મદા જિલ્લાના 14 જેટલા કર્મચારીને છુટા કરવામાં આવ્યા હતા જેથી આ કર્મચારીઓ કોર્ટમાં જતા કોર્ટે સ્ટે આપ્યો હતો અને કર્મચારીઓને છુટા કરવાનું ટાળ્યું હતું.જેમાં કોલેજ સાથે સંપર્ક કરી સર્ટિફિકેટોની આરોગ્ય વિભાગે ખરાઈ કરી છતાં અન્ય જિલ્લાઓમાં પણ કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા હતા તેમને પુનઃ લઇ લીધા છે ત્યારે 14 માંથી 6 કર્મચારીઓ સ્ટે લાવ્યા હોય તેઓ હાલ ફરજ બજાવે છે પરંતુ 8 કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે. આ 8 યુવાનો હાલ બેરોજગાર બની ગયા છે અને કોર્ટના માર્ગે જવા કરતા હવે આધિકારીઓ માનવતા રાખી આ યુવાનોને નોકરી પર હાજર કરે એવી માંગ કરી રહ્યા છે.

સર્ટિફિકેટ વેરિફિકેશન કેમ અત્યારે …?!

MPHW કર્મચારીઓ છેલ્લા 5 અને કેટલાક 7 વર્ષ થી ફરજ બજાવે છે. જયારે નોકરી પર લાગ્યા ત્યારે સરકારી નિયમ પ્રમાણે 90 દિવસમાં જેતે ફરજ પર હાજર થયેલા કર્મચારીઓના સર્ટિફિકેટ વેરિફિકેશન કરવાનું હતું પણ કેમ આરોગ્ય શાખાએ અત્યાર સુધી કઈ કર્યું નહિ, અને કેમ અચાનક આ બાહ્ય યુનિવર્સીટીના સર્ટી ધરાવતા કર્મચારીઓને છુટા કરાયા, આટલા વર્ષો કાઢ્યા પછી કેમ આવા કડક પગલાં અધિકારીઓએ ભર્યા એ બાબતે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY