આંખમાં મરચું નાખી આંગડિયા પેઢીને નિશાન બનાવી લૂંટતી ગેંગ ઝડપાઈ

0
14

સુરત,તા.૫
સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની પકડમાં ઉભેલા આ ૬ ઈસમો પોલીસે કદાચ પકડયા ના હોત તો સુરતમાં અનેક મોટી હીરાની લૂંટની ઘટનાઓ બનતી હતો. કારણ કે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને માહિતી મળી હતી કે, વરાછા વિસ્તારમાં એક આંગડિયા પેઢીના માણસો હીરા અને રોકડા રૂપિયા લઈ ભાવનગરથી સુરત બસમાં આવતા હતા, ત્યારે સુરત વરાછા વિસ્તારમાં બસમાંથી ઉતરે ત્યારે આંગડિયા કર્મચારીને લૂંટી બોલેરો ગાડી લાઇને જવાના છે. તે માહિતીના આધારે પોલીસે વહેલી સવારે વોચ ગોઠવી પોલીસે ૬ ઈસમોની અટકાયત કરી હતી. તપાસ કરતા ૬ ઈસમો પાસેથી પોલીસની આંખમાં નાખવવા માટે મરચું, ૬ છરા, ૨૦ મોબાઈલ ફોન અને એક બેગ મળી આવતા પોલીસે તમામ સામગ્રી કબ્જે કરી હતી. પોલીસે તમામ ૬ ઈમસોની ધરપકડ કરી હતી.
સુરતમાં હીરા ઉદ્યોગ મોટા પ્રમાણમાં આવેલ હોવાથી સુરતમાં અવારનવાર હીરા લૂંટના બનાવો બનતા હોય છે. જેમાં કેટલી લૂંટ અને ચોરીના બનાવવો ઉકેલાયા નથી. ત્યારે વધુ એક ગુનો નોંધાય તે પહેલાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધાડપાડું ગેંગના ઇસમોની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા છે. તે ૬ આરોપીઓમાંથી બે આરોપીઓ તો ગુજરાત અને બીજા રાજ્યોમાં પણ મોટી મોટી હીરા લૂંટને અંજામ આપી ચૂક્યા છે. જ્યારે કે દીપારામ આરોપી તો મુંબઈ, તામિલનાડુ અને ઉત્તર ગુજરાતમાં પણ હીરા લૂંટ કરી ચુક્યો છે. હવે સુરત પોલીસે આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી વધુ તપાસ ધરવામાં આવશે. તપાસ દરમ્યાન વધુ ગુનાઓ ઉકેલાય તો નવાઇ નહિ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY