નર્મદાના બોરિયા સ્કૂલની વિદ્યાર્થિનીને હેરાન કરનાર રોમિયો વિરુદ્ધ નિર્ભયા ટીમે લાલ આંખ કરતા ફફડાટ
રાજપીપળા : નર્મદા જિલ્લામાં રોમિયો વિરુદ્ધ કડક કાર્યવાહી કરતી નિર્ભયા ટીમે ગતરોજ વધુ એક રોમિયોને ઝડપી કડક કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો છે .
નર્મદા પોલીસ અધિક્ષક હિમકરસીહની સુચનાથી રોમિયો નાબૂદ કરવા નિર્ભયા ટીમની રચના કર્યા બાદ એક પછી એક રોમિયોને ઝડપી કડક પગલાં લેવાતા ઘણા સમયથી જિલ્લામાં રોમિયોગીરી કરતા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા પરંતુ હાલ અમુક વિસ્તારમાં આવા તત્વો ફરી સક્રિય થતા નિર્ભયા ટીમે કાયદેસર કાર્યવાહી શરૂ કરતા ગરુડેશ્વર તાલુકાના બોરીયાની પીન્ટુલાલ વિધ્યામંદિર ખાતે ધોરણ 12 ની રશીદ લેવા આવેલી એક વિદ્યાર્થીનીને નજીકના ધીરખાડી ગામનો દિનેશભાઈ વસાવા આવતા જતા હેરાન કરતો હોય આ છોકરીએ સ્કુલના પ્રિન્સીપાલને જાણ કરતા પ્રિન્સીપાલે તાત્કાલિક નિર્ભયા સ્કોડના ઈન્ચાર્જ પીએસઆઇ કે.કે.પાઠક ને ફોન કરતા પીએસઆઇ પાઠક નિર્ભયા કેવડીયા ટીમની બહેનો વર્ષાબેન અને શિલ્પાબેનને લઇ સ્કુલ પર પહોંચી ત્યા સુધી હેરાન કરનાર છોકરો દિનેશ ત્યાંથી ભાગી ગયો હતો માટે નિર્ભયા ટિમ સાથે ગરુડેશ્વર પીએસઆઇ જે એમ પટેલ મળી આ રોમિયોને ગણતરીના કલાકમાં ઝડપી પાડી સામસામે બંને પરિવારને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



