કસ્ટોડીયલ ડેથમાં મૃત્યુ પામેલા ઓમપ્રકાશ પાંડેના પિત્રાઈ ભાઈના જામીન રદ

0
7

ઉધના આશીર્વાદ કોમ્પલેક્ષની દુકાનોના ચોરી પ્રકરણમાં આરોપીની ધરપકડ થઈ હતી
સુરત, તા. ૧૧
શહેરના ચકચારિત ઓમપ્રકાશ પાંડેના ખટોદરા પોલીસ મથકના કસ્ટોડિય ડેથ પ્રકરણમાં રૂ. ૪.૨૬ લાખની ચોરીના મામલે સંકળાયેલા ઓમપ્રકાશ પાંડેના સહ આરોપી રામગોપાલ પાંડેની જામીન અરજીની સુનાવણી પૂરી થતા એપીપી કિશોર રેવલિયાની દલીલોને ગ્રાહૃય રાખી અદાલતે તેની જામીન અરજી ફગાવી દીધી હોવાનું જાણવા મળ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે, ઉધના આશીર્વાદ કોમ્પલેક્ષની કેટલીક દુકાનોના તાળા તોડી રૂ. ૪.૨૬ લાખની મતાની ચોરીના કેસમાં કસ્ટોડિયા ડેથમાં મૃત્યુ પામેલા ઓમપ્રકાશ પાંડે અને તેના પિત્રાઈ ભાઈ રામગોપાલ પાંડેનું નામ ખૂલતા પોલીસે રામ ગોપાલ પાંડે ધરપકડ કરી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતાં તેને લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. જોકે, આ ગુનામાં એક આરોપી વોન્ટેડ છે. અને રામ ગોપાલ પાંડે પાસેથી પોલીસે કોઈ મુદ્દામાલ રીકવર કર્યો ન હતો. આજે રામગોપાલ પાંડેની જામીન અરજીની અરજીની સુનાવણી પૂરી થતા અદાલતે તેના જામીન રદ કરતો હુકમ કર્યો હતો એપીપી કિશોર રેવલિયાએ દલીલો કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY