રાજપીપળાની વિવિધ સ્કૂલોની વિદ્યાર્થીનીઓએ ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાત લઇ ૧૮૧ અભ્યમ અને નિર્ભયા સ્કોડની મેળવેલી જાણકારી

રાજપીપળા : પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષ પણ રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની આજથી આરંભાયેલા રાજ્ય વ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ આજે રાજપીપળા ખાતે જુની મામલતદાર કચેરી નજીક મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા હિંસાથી પીડિત મહિલાઓને તમામ પ્રકારની સુવિધા એક છત નીચે મળી રહે તે માટે “વન સ્ટોપ સેન્ટર (OSC) સખી યોજનાનો પ્રારંભ કરાયો છે.
રાજપીપળાના નગરપાલિકા પ્રમુખ જીગીશાબેન ભટ્ટ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર એચ.કે.વ્યાસ, નાયબ પોલીસ અધિક્ષક સી. એન. ચૌધરી, સિવીલ સર્જન શ્રીમતી જ્યોતિ ગુપ્તા,નાંદોદ મામલતદાર,ઇનરેકા સંસ્થાના વિનોદભાઇ કૌશિક, મહિલા અને બાળ વિકાસ અધિકારી હસીના મન્સુરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી. રાઠોડ,આંગણવાડી કાર્યકર બહેનો, નર્સીગ કોલેજની બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં આજે વન સ્ટોપ સેન્ટર (OSC) સખી યોજનાને દિપ પ્રાગટય ધ્વારા ખૂલ્લી મૂકીને મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો.
જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહએ જણાવ્યું હતું કે, વન સ્ટોપ સેન્ટર (OSC) સખી યોજના જે હિંસાથી પીડિત છે તેમને એક છત નીચે તમામ પ્રકારની સુવિધા મળી રહે તેના માટે સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકાઇ છે. આ યોજનામાં સૈા પ્રથમ હિંસાથી પીડિત બહેનને સાંભળવામાં આવશે અને કાઉન્સેલર મારફતે જો શક્ય હોય તો તેમના પતિને સમજાવવામાં આવશે, તેમ છતાં ન માને તો તુરંત જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, હિંસાથી પીડિત બહેનને આરોગ્યની સારવાર સમયસર મળી રહે, પોલીસ સ્ટાફ દ્વારા તેને યોગ્ય માર્ગદર્શન અને જરૂર પડશે તો તાત્કાલિક એફ.આઇ.આર પણ તુરંત દાખલ કરવામાં મદદ કરશે તેમજ જિલ્લા સત્તા કાનુની મંડળ દ્વારા પણ જરૂર પડ્યે પગલા ભરવામાં આવશે.
રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ જીગીશાબેન ભટ્ટે જણાવ્યું હતું આપણા જીવનમાં શ્રમ અને સમયદાનનું ઘણું મહત્વ છે તેમ વન સ્ટોપ સેન્ટર (OSC) સખી યોજના એ હિંસાથી પીડિત બહેનોને પૂરતાં પ્રમાણમાં આ યોજના થકી સહાય મળી રહેશે. ભૃણ હત્યાએ સૌથી મોટો ગુનો અને પાપ પણ છે આ યોજના લોકો સુધી પહોંચાડવાનું કામ આપણે સૌએ કરવાનું છે. અંતમાં ઇનરેકા સંસ્થાના વિનોદભાઇ કૌશિકે આભારદર્શન કર્યું હતું.
મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના પ્રથમ દિવસે મહિલા સુરક્ષા દિવસની કરાયેલી ઉજવણી અંતર્ગત રાજપીપળા વિવિધ સ્કૂલોની વિદ્યાર્થીનીઓને ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવાઇ હતી અને ૧૦૮ અભ્યમ તેમજ નિર્ભયા સ્કોડ વગેરેની કામગીરીની પણ વિસ્તૃત સમજ અપાઇ હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





