જૂનાગઢના મેયર તરીકે ધીરૂભાઈ ગોહેલ,ડે.મેયર તરીકે હીમાશુ પંડયાની વરણી

0
7

જુનાગઢ,તા.૧
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપએ કોંગ્રેસના સૂપડા સાફ કર્યા બાદ મેયર, ડે.મેયર સ્ટેન્ડીગ કમીટીના ચેરમેનની વરણીને લઇને ભારે ગરમાવો જોવા મળી રહ્યા હતો તેવામાં ગુરૂવારે સવારે જૂનાગઢ મહાનગર પાલીકાના પદાધિકારીઓની આશ્ચર્યજનક વરણી કરવામાં આવી હતી.
જૂનાગઢ મહાનગર પાલિકાના મેયર તરીકે ધીરૂભાઇ ગોહેલ, ડે.મેયર તરીકે હીમાશું પંડયા, સ્ટેન્ડીગ કમીટીના ચેરમેન તરીકે રાકેશ ધુલેશીયા જ્યારે દંડક તરીકે ધર્મન ડાંગરની અને શાસક પક્ષના નેતા તરીકે નટુભાઇ પટોડીયાની વરણી કરવામાં આવી છે. તમામ પદાધિકારીઓની થયેલી વરણીમાં જ્ઞાતિને સમીકરણને ધ્યાનમાં લઇને વરણી કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY