નર્મદામાં ખેડૂતો માટે મેઘ કહેર : 1240 હેક્ટર થી વધુમાં ખેતીને નુકસાન 

0
43

મોંઘાદાટ બિયારણો ધોવાઈ ગયા, કેળા કાપવાની તૈયારીમાં પાણીમાં ડૂબી ગયા 

રાજપીપળા : નર્મદા જિલ્લામાં સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીને લહેર પ્રસરી હતી પરંતુ આ ખુશી બહુ લાંબી ના ચાલી કેમ કે નર્મદામાં મેઘરાજા રોદ્ર સ્વરૂપ ધારણ કરતા ડેમો નદી નાળા અને તળાવો છલકાવા લાગ્યા, કરજણ ડેમમાંથી પાણી છોડાયું જેમાં ખાસ કરીને કરજણ નર્મદા નદી ગાંડીતુર બનતા કાંઠાના ખેતરોમાં મોટું નુકસાન કર્યું ખેતરોમાં પાણી ભરાતા qનવા અને જુના બિયારણો પણ ધોવાઈ ગયા ખેતીવાડી વિભાગના સર્વે પ્રમાણે અત્યાર સુધી 840 હેક્ટર જમીનોમાં વાવણી કરેલ ખેતીમાં નુકસાન થયું છે અને હજુ સર્વે ચાલુ છે જયારે બાગાયતી પાકોમાં પણ 500 થી વધુ હેક્ટર જમીનોમાં નુકસાન થયાનો અંદાજ છે અને સર્વે હજુ ચાલુ છે ત્યારે જિલ્લામાં વરસાદ થી મોટું નુકસાનનો અંદાજ લગાવાતા વરસાદ હવે મેઘ કહેર વરસાવી રહ્યો છે તેમ ખેડૂતો કહી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા વિરામ લે તો અમે ફરી ખેતર તૈયાર કરી બીજો કોઈ પાક વાવી શકીયે નહીતો આખું વર્ષ નિષ્ફળ જશે જણાવી ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

જિલ્લાામાં અત્યાર સુધી માં સરેરાશ 890.8મિમિ જેટલો વરસાદ પયો, જેમાં દેડીયાપાડામાં 938 મિ.મિ, તિલકવાડામાં 934 મિ.મિ, નાંદોદમાં 923 મિ.મિ. ગરૂડેશ્વર 884 મિ.મિ. સાગબારા775 મિ.મિ.વરસાદ પડ્યો જેમાં કરજણ સહીતના ડેમો પોતાની રુલ લેવલ પાર કરતા કરજણ માંથી 1 લાખ ક્યુસેક થી વધુ તબક્કા વાર પાણી છોડવામાં આવ્યું જેમાં કરજણ નદીના કાંઠાના ગામોને નુકસાન ગયું, હજરપુરા ગામના નીચાણ વાળા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો એવીજ રીતે કેળા શેરડી સહીત કપાસ તુવર, મકાઈ અને સોયાબીન,શાકભાજી સહિતના પાકોનું ધોવાણ થઇ ગયું, ખેતીવાડી અને બાગાયત વિભાગ હાલ સર્વે કરી નુક્સાનીનો અહેવાલ કાઢી રહ્યા છે જે રાહત કમિશનરને રિપોર્ટ મોકલી જેતે સહાય સરકાર નક્કી કરશે.

આ બાબતે ખેતીવાડી અધિકારી નિલેશ ભટ્ટે જણાવ્યું કે જિલ્લામાં હાલ ખેતીના નુકસાનીનો સર્વે કરી રહ્યા છે અને જેમાં અત્યાર સુધી 840 હેક્ટર જમીનમાં નુક્સાનીનો અહેવાલ છે અને હજુ વધુ થાય એમ વરસાદ જોતા અંદાજ લાગી રહ્યો છે. જેતે સહાય માટે રાહત કમિશનર ને રિપોર્ટ મોકલાશે તેમ જણાવ્યું હતું.

આજે પણ કરજણ ડેમ માંથી 9 હજાર ક્યુસેક થી વધુ પાણી છોડતા કરજણ નદી કાંઠા નજીકના લોકોને કિનારા નજીક થી હટી જવા નગર પાલિકા દ્વારા વાહનમાં લાઉડ સ્પીકર દ્વારા જાહેરાત પણ કરવામાં આવી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY