આંજણા ફાર્મ જળ ઈન્ડસ્ટ્રીઝમાં રાત્રે પાંચ દુકાનોના તાળા તૂટયાં

0
17

રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન ચોરાયા
સુરત, તા. ૦૮
સલાબતપુરા સ્થિત આંજણા ફાર્મ ખાતે જય ઈન્ડસ્ટ્રીયલમાં આવેલી સિધ્ધિ વિનાયક કોલોની રાહતની પાંચ દુકાનોમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૧ લાખથી વધુની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. જેમાંï ત્રણ તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આંજણા ફાર્મ ખાતે જય ઈન્ડસ્ટ્રીઝમાં આવેલ સિધ્ધિ વિનાયક કલેકશન નામની દુકાનમાં રાત્રી સમયે તસ્કરો ત્રાટક્યા હતાં. બારી તોડી દુકાનમાં પ્રવેશેલા તસ્કરોએ ટેબલના ખાનામાં પડેલા રોકડા રૂ. ૫૫,૦૦૦ની ચોરી કરી હતી. આ ઉપરાંત દુકાન નંબર ૧રમાંથી ૪૦૦૦, દુકાન નં. ૬૭માંથી ૨૧ હજાર તથા દુકાન નં. જી-૧૦ માંથી ૧૦ હજાર અને બે મોબાઈલ ચોરી કરી પલાયન થઈ ગયા હતાં. ચોરીના બનાવ અંગે સિધ્ધિ વિનાયક કલેશનના માલિક અભિષેક ગૌતમચંદ ચોપરા રહે. ૪૦૧, શેલેશ એવન્યુ, ઉધના ત્રણ રસ્તા, સુરતએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસ કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જય ઈન્ડસટ્રીયલના આશીર્વાદ ગોટાલેચ નામી દુકાનનાï સીસીટીવી કેમેરા ચેક કરાતાïï જેમાં ત્રણ તસ્કરો દેખાતા પોલીસેï ફૂટેઝ આધારે તસ્કરોને દબોચવા પ્રયાસ શરૂ કર્યા હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY