રાજપીપળામાં વીજ કંપનીની બેદરકારીના કારણે બાળકને કરંટ લાગતા હાલત ગંભીર  

0
19

રાજપીપળા બાવાોર ટેકરીના કાચા મકાન ઉપરથી વીજ કંપનીની મેઈન લાઈન જતી હોય એ હટાવવા સ્થાનિકો એ  લેખિત અરજી આપી હોવા છતાં 6 મહિના સુધી કામગીરી ન થઈ આખરે બાળકને કરંટ લાગ્યો  

રાજપીપળા : રાજપીપળા શહેરમાં વીજ કંપનીની વારંવાર લાલીયાવાડી સામે આવી છે ત્યારે છાસવારે પ્રિમોન્સુન કામગીરી માટે કલાકો લાઈટો બંધ રાખવા છતાં પણ હજુ રોજ કલાકો વીજ પુરવઠો બંધ રહે છે પરંતુ બાવાગોર ટેકરી વિસ્તાર માં વીજ કંપનીની લાલીયાવાડી થી આજે એક બાળકની જિંદગી જોખમમાં મુકાઈ હતી.

રાજપીપળા બાવાગોર ટેકરા વિસ્તારમાં રહેતો તૌફીક ફિરોજભાઈ શેખ (13) નામનો બાળક નવમા ધોરણમાં અભ્યાસ કરે છે રવિવાર ની રજા હોય એ પોતાના કાચા મકાન પર નાખેલુ પ્લાસ્ટિક વરસાદનું પાણી ઘરમાં ન પડે એ માટે સરખું કરવા ચઢ્યો ત્યારે એના મકાન નજીક થી જતી ઇલેક્ટ્રિક લાઈનનો વાયર પ્લાસ્ટીને અડી જતા તૌફીક ને કરંટ લાગ્યો તેને તાત્કાલિક સિવિલ માં સારવાર બાદ વધુ સારવાર માટે બરોડા રીફર કરાયો હતો.

આ જોખમી વાયર હટાવવા 6 મહિના પહેલા અરજી આપી છતાં વીજ કંપની એ ધ્યાન ન આપ્યું 

તૌફીકને કરંટ લાગવાની ઘટના બાદ સ્થાનિકોમાં વીજ કંપની પ્રત્યે ભારે રોષ ફેલાયો હતો કેમકે ગત ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક રહીશોએ આ ઘરના છાપરા પાસેથી પસાર થયા વાયરને હટાવવા વીજ કંપનીમાં લેખિત અરજી આપી હોવા છતાં 6 મહિના સુધી વીજ કંપની દ્વારા વાયર ન હટાવતા આ બાળકને કરંટ લાગ્યો હોય વીજ કંપનીની આવી લાલીયાવાડીના કારણે આજે શાળામાં અભ્યાસ કરતો તૌફીક જીવન મરણ વચ્ચે જજુમી રહ્યો છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY