વાશિંગ્ટન,તા.૧
પેરુના દક્ષિણ ભાગમાં ૭.૧ની તીવ્રતાનો શકિતશાળી ભૂકંપ આવ્યો છે. હજુ સુધી કોઇ જાન-હાનિન થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. અમેરિકા ભૂવવૈજ્ઞાનિક સર્વેક્ષણે આ જાણકારી આપી હતી. એજન્સીના મતે ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની ૨૫૭ કિમી નીચે હતું.
આ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે ૩.૫૦ કલાકે આવ્યો હતો. પેસેફિક સુનામી વો‹નગ સેન્ટરે જણાવ્યું હતું કે, ભૂકંપના આંચકા બાદ સુનામીનો ભય નથી. આ સિવાય હવાઇમાં પણ સુનામીનો ભય નથી. નિષ્ણાતોના મતે દક્ષિણ અમેરિકાના ભાગોમાં સામાન્ય રીતે ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનથી ૭૦ કિ.મી નીચે હોય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



