નર્મદા ડેમની ઐતિહાસિક સપાટી 138.68 મીટરે,30 સપ્ટેમ્બર સુધી પહોંચશે : ચીફ ઈજનેર પી.સી.વ્યાસ

0
11

રાજપીપળા : કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર 2017માં દરવાજા લગાવ્યા બાદ બે ચોમાસા નબળા રહેતા ઉપરવાસ માંથી પણ જે નિયમ મુજબ પાણી મળવું જોઈએ એ મળ્યું નહિ હવે ચાલુ ચોમાસાની મોસમમાં ખુબ સારો વરસાદ પડ્યો જેમાં મધ્ય પ્રદેશના ડેમો પણ છલોછલ થઇ ગયા છે. અને નર્મદા ના કેચમેન્ટ વિસ્તારમાં પણ સારો વરસાદ પડતા નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 136.17 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હતી.  નર્મદા ડેમના 12 દરવાજા ખોલાયા છે હાલ ડેમ એની ઐતિહાસિક સપાટી પર કરી ગયો છે આટલા વર્ષો માં પ્રથમ વાર નર્મદા ડેમે 136.17 મીટર ની સપાટી પાર કરતા ગુજરાત માટે એક સારા સમાચાર કહેવાય ત્યારે ઉપરવાસ માંથી નર્મદા ડેમમાં 4,40,289 ક્યુસેક પાણીના ઇનફલો સામે 3,20,819 ક્યુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો.

આ સંદર્ભે નર્મદા ડેમના મુખ્ય ઈજનેર પી.સી.વ્યાસે જણાવ્યું હતું કે નર્મદા બંધ ને આવર્ષે સારો વરસાદ હોય 138.68 મીટરની મહત્તમ સપાટી પહોંચશે,30 સપ્ટેમ્બર પહેલા ડેમ પોતાની મહત્તમ સપાટીએ પહોંચશે જેનાથી જે જળ સંગ્રહ થશે જેનાથી વીજ ઉત્પાદન અને સિંચાઈ પીવા માટે પાણી ગુજરાત ને મળશે. હાલ પ્રથમવાર ડેમ ભરવામાં આવી રહ્યો છે જેને લઈને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે સ્પેશિયલ ટીમો તેનાત છે અને સતત ડેમની અવાક અને પાણી છોડવા ને લઈને તમામ કાળજી રાખવામાં આવી રહી છે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જશે ત્યાથી નીચે પાણી ઉતરતા સુધી પાણી સતત વોચ રખાશે, આગાઉ બે વર્ષ પાણી ની ઓછી અવાક ને લઈને પાણી ભરાયું નહતું પણ હવે પાણી ની સારી આવકે આજે ડેમ સંપૂર્ણ ભરાઈ જશે. એટલુંજ નહિ ઉપર ના ડેમોએ નિયમ મુજબ છોડવાનું પાણી છોડશે ત્યારે પણ પાણી વધારો થશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY