ગઢડા તાલુકાના ઉગામેડી ખાતે મુખ્યમંત્રી સૌની યોજના અંતર્ગત સોનલ તળાવ ખાતે જળના વધામણા કરશે ત્યારબાદ ગઢડા બી.એ.પી.એસ. જુના મંદિર ખાતે જલજીણલી એકાદશી સમૈયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
મુખ્યમંત્રીના હસ્તે બી.એ.પી.એસ.નવા મંદિર ખાતે સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ તથા વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત – લોકાર્પણ કરાશે
બોટાદ જિલ્લાના ગઢડા ખાતે રાજયના મુખ્યમંત્રી તા.૯-૯-૨૦૧૯ ને સોમવારના રોજ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર છે.
મુખ્યમંત્રી સવારના ૯.૩૦ કલાકે ગઢડા તાલુકના ઉગામેડી ગામના સોનલ તળાવ ખાતે સૌની યોજના અંતર્ગત નીરના વધામણા કરશે, ત્યારબાદ જાહેર કાર્યક્રમ પુર્ણ કરી મુખ્યમંત્રી ગઢડા સ્વામિનારાયણ ભગવાનના જુના મંદિર ખાતે જલજીણલી એકાદશી નિમિત્તે યોજાનાર સમૈયાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગઢડા બી.એ.પી.એસ. જુના મંદિરના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ નવા મંદિર ખાતે પધારશે જ્યાં રાજય સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય વિતરણ કરશે તથા વિવિધ વિકાસ કામોના તકતી અનાવરણ દ્વારા ખાતમુહૂર્ત – લોકાર્પણ કરશે.
મુખ્યમંત્રીના ગઢડા ખાતેના કાર્યક્રમના સુચારુ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે ગઢડા અને ઉગામેડી ખાતેના સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ આયોજકો સાથે ચર્ચા – વિચારણા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
તેમણે મુખ્યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે રચવામાં આવેલ વિવિધ કમિટીઓના અધ્યક્ષ સાથે બેઠક યોજી તેમની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
રિપોર્ટ-વિપુલ લુહાર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





