સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શ્રેષ્ઠ ભારત ભવન માં ટિકિટ બારી પર કામ કરતા કર્મચારીઓ સાથે અન્યાય થતા આવેદન 

0
329

સ્થાનિકોને રોજગારી મળે એવો હેતુ સરકાર નો હોય અમે અસરગ્રસ્તો પણ છે. પરંતુ સ્થાનિક કચેરી નાં વહીવટકર્તા દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યાની રજુઆત

વિવિધ એજન્સી માં કામ કરતા સ્થાનિક આદિવાસી યુવાનો/યુવતીઓ સાથે અન્યાય અને ઓરમાયું વર્તન રખાતું હોય એ દૂર કરવા નર્મદા કલેક્ટર ને રજુઆત

રાજપીપળા : વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વભર માં સ્થાન મેળવી ચુકી છે છતાં આ જગ્યા ઉપર કામ કરતા કર્મચારીઓ સાથે અમુક એજન્સી દ્વારા અન્યાય થવાની બાબત છાસવારે સામે આવી રહી છે.જે હાલ માં પણ યથાવત હોય જેટલા સ્થાનિક આદિવાસી યુવાનો /યુવતીઓ એ આ માટે નર્મદા કલેક્ટર ને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

આવેદન માં સ્થાનિક યુવાનો અને યુવતીઓની અપીલ  કરી છે કે તેઓ છેલ્લા એક વર્ષ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શ્રેષ્ઠ ભારત ભવન માં ટિકિટ બારી પર ફરજ બજાવતા હતા પરંતુ એ જગ્યા પર અન્ય એજન્સીને કામ મળવાથી તેમને છૂટા કરવામાં આવ્યા છે અને છેલ્લા ત્રણ મહિના થી પગાર પણ ચૂકવવામાં આવ્યો નથી, સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નિર્માણ થી જ સ્થાનિકોને રોજગારી મળે એવો હેતુ સરકાર નો હોય અમે અસરગ્રસ્તો પણ છે. પરંતુ સ્થાનિક કચેરી નાં વહીવટકર્તા સ્ટેચ્યું ઓફ યુનિટી ના આસિસ્ટન કમિશનર નિલેશ દુબે ને રજૂઆત કરતાં એવું જણાવી રહ્યા છે કે એજન્સીનાં સાહેબ તમને રાખવાની નાં પાડે છે.જ્યારે એજન્સી નાં સાહેબ ને રજૂઆત કરતાં એ જણાવી રહ્યા છે કે નિલેશ દુબે સ્પષ્ટ ના પાડી રહ્યા છે. ત્યારબાદ નિલેશ દુબેને રજુઆત કરવા ગયા તો તડવી જાતી ના માણસોની મારે જરુરીયાત નથી તેમ કહી જાતીવાદ ઉભો કરી રહ્યા છે. તો આ રીતનું વર્તન કલેકટર સમકક્ષ ધરાવતા અધિકારી કરે તે શરમ જનક હોય માટે ન્યાય મેળવવા આદિવાસી યુવા શક્તિ દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY