મોરબીના કાલિકાનગર ગામે કપચીના ભડીયાથી પાકને નુકશાન, આરોગ્ય સામે ખતરો

0
14

૨૪ કલાક ઉડતી રજ, નિયમોના ભંગ અંગે લેખિત રજૂઆત

મોરબી નજીકના કાલિકાનગર ગામે આવેલ કપચીના ભડીયાને લીધે ગ્રામજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને ભડીયાના સંચાલક દ્વારા નિયમભંગ કરવામાં આવતો હોય તેવી લેખિત રજૂઆત જીલ્લા કલેકટર અને પ્રદુષણ બોર્ડને કરવામાં આવી છે

મોરબીના કાલિકાનગરના રહેવાસી મનસુખભાઈ ભીખાભાઈ કોટડીયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે કાલીકાનગર ગામની હદમાં ભડીયા આવેલ છે જેથી ગ્રામજનોને તકલીફ થાય છે ભડીયાવાળા નર્મદાના પાણી પહેલા ખાડામાં ભરીને બાદમાં પાણીની લાઈનથી ટેન્કરોને પાણી વેચાણ કરે છે સરકારી ખરાબામાં કાંકરી અને કપચીના ઢગલા કરી સરકારી જમીનનું દબાણ કરે છે બિનખેતી ભડીયાની શરતો મુજબ ફરતા વંડા કરેલ નથી ફક્ત એક બાજુ વંડો છે પાછળના ભાગે વંડો વાળેલ નથી તેથી કપચીની ઝીણી રજ ઉડે છે પોલ્યુશન બોર્ડના નિયમોનું પાલન થતું નથી કપચીની ધૂળ ખેતીના પાકને નુકશાન કરે છે જેથી પાક નિષ્ફળ જાય છે તેમજ અહીંથી પસાર થતા માણસોની આંખમાં ૨૪ કલાક ધૂળ ઉડતી રહે છે જેથી આંખ પણ ખુલતી નથી અને આરોગ્યને નુકશાન થાય છે તેમજ આ અંગે કહેવા જતા તમારાથી થાય તે કરી લેવાની ધમકી આપે છે જેથી આ અંગે યોગ્ય તપાસ કરી ધોરણસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY