એવું લાગે છે કે વીમા કંપનીઓએ પોતાની કંપનીઓના જ વીમા લેવા પડશે,નુકશાન…નુકશાન…નુકશાન..!

0
47

ચીંગારી કોઈ ભડકે તો સાવન ઉસે બુઝાયે…સાવન જો અગન લગાયે ઉસે કોન બુઝાયે… લાગે છે આવું જ કઈ સરકારી વીમા કંપનીઓ સાથે થઈ રહ્યું છે. બીજાનું વીમો ઉતારતી ત્રણ રાષ્ટ્રીય કંપનીઓ, ઓરીએન્ટલ અને યુનાઇટેડ જેવી વીમા કંપનીઓને આ વર્ષે લગભગ ૪૨૦૦ કરોડના નુકશાન સાથે લોસ માં છે. જ્યારે ખાનગી ક્ષેત્રની વીમા કંપનીઓએ નફો કર્યો છે. સરકાર દ્વારા સંચાલિત ટેલીફોનિક કંપની બીએસએનએલ ને પણ નુકશાન મા છે તેવોએક અહેવાલ છે. ત્યારે વિમાન બનાવતી હિન્દુસ્તાન એરોનોટિક્સ કંપની પણ લોસ માં છે. સરકારની એયર ઇન્ડિયા જે વિમાન બનાવે છે એ કંપની પણ હાલ ખોટ માં છે.અને જગપ્રસિદ્ધ જેટ એવરેજ એરલાઇન્સ જેવી કંપનીઓ બંધ થઈ ગઈ. પરંતુ સરકારી તમામ વીમા કંપનીઓ લોસ માં છે પણ ખાનગી વીમા કંપનીઓ આ ક્ષેત્રે બાજી મારી રહી છે અને તેજી થી આગળ વધી રહી છે. અને હવે લોકોના મુખે ચર્ચા થઈ રહી છે કે ૨૦૩૦ સુધીમાં ભારત ૧૦ ટ્રીલિયન અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બનશે. આને આપણે નાના પાટેકર ની શૈલીમાં કહેવું સારું છે…પણ હવે પછી શું થશે….જો સરકારી કંપનીઓ ૬-૭હજાર કરોડની ખોટ કરે છે, તો ૧૦ ટ્રીલિયન નહિ પછી ૫ ટ્રીલિયન વાળું દેશ ક્યારે બનશે.
લોકો જાણતા નથી કે દેશની અર્થવ્યવસ્થા વિશે નિષ્ણાંતો શુ કહી રહ્યા છે. નાણાં પ્રધાને તેનો ખુલાશો કરવો જોઈએ.નહિતર છેવટે,આ વસ્તુઓ કડવી સત્ય છે..?
૨૦૧૮ની વર્ષમાં આ ત્રણ કંપનીઓએ નફો કર્યો. પછી શું એવું થયુ કે ૪ હજાર કરોડ થી પણ વધારે લોસ થયુ કેમ…? શુ લોકોએ પોતાનું વીમો લેવાનું બંધ કરી દીધું..? અન્ય પણ સરકારી નિગમ ખોટ માં ચાલી રહી છે. જીઓ ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે ત્યારે બીએસએનએલ લોસ માં છે. પેલા લોકો બીએસએનએલ ની વાહ વાહ કરતા હતા, અને એજ લોકો આજે એમ કહે છે કે સાહેબ બીએસએનએલ નહિ ચલતા..! ત્યારે ખાનગી કંપની પણ એજ ધધાં કરી રહી છે જે બીએસએનએલ કરે છે. પરંતુ છતાં સરકારી કંપની ખોટમાં અને ખાનગી સૌથી આગળ…! શુ આ વિશે એની તપાસ ન થવી જોઈએ….! સરકારી કંપનીને ખોટમાં મૂકવા માટે કોઈ મોટા અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે…? આ પ્રશ્નોના જવાબ તો છે પણ તમને મળશે નહીં.
અનેક સરકારી બેંકો ખોટમાં ચાલી રહી છે. સરકારે કેટલીક બેક્નોને એકમાં મર્જ કરી દીધી અને સરકારી બેંકોના ખર્ચ ઘટાડયો અને પણ બચાવ્યો. એજ રીતે ત્રણ સરકારી વીમા કંપનીઓ જે નુક્શાનમાં છે, ત્યારે સરકારે હવે અન્ય ત્રણ વીમા કંપનીને મર્જ કરી ખોટમાંથી બહાર લાવવી પડશે. એર ઇન્ડિયા વિમાન કંપની ચલાવવા માટે અરબો-ખરબો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તે પશ્ચાત પણ કંપનીઓ ચાલી રહી છે.
તેને ચલાવવા માટે કરદાતાઓના નાણાંનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરકારે તેની તપાસ કરવી જોઈએ.વિદેશી દેશોની જેમ ભારત માં પણ લોકોએ દરેક નાની થી નાની વસ્તુનો વીમો લેવાની ટેવ પાડવી જોઈએ. જેથી વીમા કંપનીની કામગીરી વધે અને ખોટમાંથી બહાર આવે. વાત કરીએ વિદેશની તો વિદેશ માં લોકોનું નાના માં નાની વસ્તુ નો વીમો હોવો જોઈએ… અને આપણા નવા ભારતમાં પણ નિયમ લાગુ થવું જોઈએ. ત્યારે પણ આ ખોટ વાળી ત્રણ સરકારી કંપનીઓને કામ મળશે અને લોકોને સુરક્ષા મળશે. પરંતુ હવે લાગે છે કે બીજાનું વીમો કરતી કંપનીઓ નો જ હવે વીમો ઉતારવો ન પડે…! જો સરકારે તેમના કામ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ, ત્યારે જ આ વીમા કંપનીઓ ખોટમાંથી બહાર આવશે અને જીઓ સાથે નફના માર્ગ પર આગળ વધશે…!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY