રાજપીપળા પોલીસની કામગીરીમાં માનવતાની મહેક પ્રસરી 

0
460

રાજપીપળાપોલીસે અંકલેશ્વર થી ટ્રેનમાં બેસી ભૂલ માં રાજપીપળા આવી ગયેલા સ્કુલના બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું

રાજપીપળા : નર્મદા જિલ્લા ના વડા મથક રાજપીપળા પોલીસ સ્ટેશનની PCR વાનના ઇન્ચાજ કોસ્ટેબલ સજ્જનસિંહ રાજપીપલા ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાત્રે નવેક વાગે રેલવે સ્ટેશન પાસે એક બાળક સ્કુલ ડ્રેસમાં સ્કુલબેગ સાથે એકલુ અટવાતું જણાઇ આવતા સજ્જનસિંહ ને શંકા જતા બાળકની પૂછપરછ કરતા પોતે અંકલેશ્વરથી ભુલથી આવી ગયેલ હોવાનુ જણાવી અન્ય કોઇ ખાસ વિગત જણાવી ના શકતો હોય પો.કો.સજ્જનસિંહ એ આ બાબતે રાજપીપળા ટાઉન પો.ઇન્સ આર.એન.રાઠવા ને જાણ કરતા પી આઈ એ બાળકને પોલીસ સ્ટેશન ખાતે લાવી તેની વધુ વિગત મેળવતા તે અમીતસિંહ ગણેશસિંહ રાજપુત રહે.જીતાલી અંકલેશ્વર નો હોવાનુ અને પોતે મહારાણા પ્રતાપ સ્કુલમાં ધો-૬ માં અભ્યાસ કરતો હોવાનુ જણાવેલ અને અંકલેશ્વર સ્કુલથી છૂટી ઘરે જવા માટે અંકલેશ્વર રાજપીપલા ની ટ્રેનમાં બેસેલ અને પોતે ગાડીમાં સુઇ જતા ભુલથી રાજપીપલા આવી ગયો હોવાની વિગત જણાવતા પોલીસે તેના ગામ તથા સ્કુલમાં સંપર્ક કરી તેના વાલી નો મોબાઇલ નંબર મેળવી તેનો સંપર્ક કરી તેના પિતા ગણેશસિંહ રાજપુત ને રાજપીપળા પોલીસ સ્ટેશન બોલાવી જરૂરી આધાર પુરાવા મેળવી પુત્ર અમીતસિંહને વાલી ને સોંપવામાં આવ્યો હતો આમ રાજપીપળા પોલીસે પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર ને સાચા અર્થ માં સાબિત કરી માનવતા ના દર્શન કરાવ્યા હતા .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY