નર્મદા જિલ્લા ના અંતરિયા ગામોમાં પાણીનો એક માત્ર વિકલ્પ…

0
764

હેન્ડ પમ્પ નું પાણી નહિ પીવા સાંસદ નો અનુરોધ દુષિત કાટ વાળું પાણી કેન્સર ને નોતરે છે :મનસુખ વસાવા

શરીર માં દૂષિત પાણી જવાના કારણે સ્થાનિક આદિવાસી લોકો પર વિપરીત અસરો જણાઈ છે જેમાં ખાસ કરીને કુપોષણ, કેન્સર સહીત અનેક રોગોના શિકાર લોકો બન્યા છે.

રાજપીપળા : નર્મદા જિલ્લો અતિ પછાત અને ગરીબ આદિવાસી જિલ્લો છે જેમાં 45 ટકા જંગલ વિસ્તાર આવેલો છે. જિલ્લાના 550 ગામો માં જંગલોમાં વસતા લગભગ 250 જેટલા ગામો સેડ઼ો એરિયાના છ અને જ્યાં કોઈ કનેક્ટિવિટી નથી ડુંગરો પર આવેલ દુર્ગમ અંતરિયાળ ગામોમાં રસ્તાના અભાવે જ્યાં પાણી ની ટાંકીઓ નાખવી મુશ્કેલ છે ત્યારે પાણી પુરવઠા બોર્ડ હોય, ગુજરાત પેર્ટન હોય, જિલ્લા તાલુકા પંચાયત સભ્યો ની ગ્રાંટો માંથી સાંસદ ધારાસભ્યો ની ગ્રાંટો માંથી અત્યાર સુધી આ 250 ગામોમાં 500 થી વધુ હેન્ડ પમ્પો લગાવ્યા છે આમ આખા જિલ્લામાં 1000 થી વધુ હેન્ડ પમ્પ સરકાર દ્વારા લગાવવા માં આવ્યા છે. હવે આટલી વિકાસની ગતિ વચ્ચે પણ નર્મદા જિલ્લો હેન્ડ પમ્પ માંથી પાણી પીવે છે ત્યારે તેનાથી સ્થાનિક આદિવાસી લોકો પર વિપરીત અસરો પણ જણાઈ છે જેમાં ખાસ કરીને કુપોષણ, કેન્સર સહીત આનેક રોગોના શિકાર બન્યા છે ત્યારે શરીર માં દુષિત પાણી જતું હોવાના કારણે આજે આદિવાસી વિસ્તારોમાં લોકો રોગોનો શિકાર બનતા હોય   તાજેતર માં ભાજપ ના સાંસદ મનસુખ વસાવા એ જાહેરમાં નિવેદન કર્યું કે કોઈ પણ લોકોએ હેન્ડપંપ નું પાણી પીવું નહિ કેમકે બહુ દુષિત હોય છે કપડાં વાસણ ધુવો પણ હેન્ડ પમ્પ નું પાણી કોઈ પીશો નહિ,જાનવરો ને પણ ના પીવડાવશો નહીતો રોગના શિકાર બનશો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં..9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY