બૌદ્ધ સમાજ વિકાસ પરષધ દ્વારા ઉત્રાણમાં ડો. આંબેડકર મહાપરિનિવાર્ણ દિન ઉજવાયો

0
6

૬૩ મીણબત્તીઓ પ્રજ્વલીત કરી બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અપર્ણ કરાઈ
સુરત, તા.૯

ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિસદ ઉત્રાણ-અમરોલી, કોસાડ આવાસ, વરિયાવ વિભાગ, સુરત શહેર દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરજીના ૬૩ માં મહાપરિનિર્વાણ રીંગરોડ સ્થિત ડા. આંબેડકરજીની પ્રતિમા ખાતે સવારે ૮.૦૦ કલાકે ઉત્રાણ માજી સરપંચ બૌદ્ધ સમાજ પ્રમુખશ્રી કાશીનાથ સરસાઠ, સમાજ અગ્રણી નાગમલ પ્રભાકર, ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદના પ્રમુખશ્રી દિલીપ સીરસાઠ વિગેરે કાર્યકરોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી. સવારે ૯.૩૦ કલાકે ત્રિરત્નદિપ બુદ્ધ વિહાર, ઉત્રાણ ખાતે ધમ્મ વંદના, ફુલહાર અર્પણ કાર્યકમ, જેમા બૌદ્ધ સમાજ વિકાસ પરિષદના અગ્રણી શ્રી અનિલ પાનપાટીલ, શ્રી પ્રફુલ્લ જગદેવ, શ્રી આર. કે. સોનવણે, શ્રી સુરેશ કાપડને, મનોહર ઢીવર, શ્રી સતીષ જગદેવ વિગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સવારે ૧૦ઃ૩૦ કલાકે અમરોલી ટ્રાફિક પોલિસ સ્ટેશન ખાતે પી.આઈ. શ્રી પી. એલ. આહિરના વરદહસ્તે ભારત રત્ન ડા. આંબેડકરજીના ફોટાનું અનાવરણ કરવામાં આવેલ.
ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરજી સર્કલ સાયણ રોડ-અમરોલી, કોસાડ ખાતે સાંજે પઃ૩૦ કલાકે ડા. આંબેડકરજીની પ્રતિમા પાસે ૬૩ મીણબત્તીઓ પ્રજ્વલીત કરી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે આંબેડકરી બૌદ્ધ સમાજ અગ્રણી માજી સરપંચશ્રી કાશીનાથ સીરસાઠ, માજી સરપંચશ્રી અભેસિંહ બારડ, નગર સેવક શ્રી દેવરાજ ગોયાણી, નગર સેવિકા ગીતાબેન સોસા, વંચીત વાણીના અગ્રણી શ્રી વિજયભાઈ મૈસુરીયા, બૌદ્ધ સમાજના અગ્રણીશ્રી રાજારામ પવાર, શ્રી રતન નિકમ, શ્રી શશીકાંત કાપૂ, શ્રી ધનસુખ પવાર, મનોજ સીરસાઠ દિનેશ ઘોર્ડ, અંકુશ સીરસાઠ, વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી, બાબા સાહેબે દેશ તેમજ સમાજ માટે આપેલા ત્યાગ, બલદાન અને તેમના શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો સુત્રોને જીવનમાં અનુસરવા વિનંતી કરી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ભીમસૈનિકો, બાળકો તથા મહિલાઓ ઉપસ્થિત રહી ડો. બાબા સાહેબ આંબેડકરજી અમર રહો નારા ગુંજયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY