રાજપીપળા : ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ કંપની એનસીસી અને એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ના એન.સી.સી યુનિટ ના ઉપક્રમે કોલેજમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ધ વે અહેડ ઉપર એક દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં ગુજરાત રેન્જર્સ ફોરેસ્ટ કોલેજના એસીએફ રીતેશ ગેહલોત,કોલેજના પ્રાચાર્ય ડૉ.શૈલેન્દ્ર સિંહ માંગરોલા,એનસીસી ઓફિસર લેફ્ટનન્ટ ડૉ.રાહુલ ઠક્કર દ્વારા એન.સી.સી. કેડેટ્સ ને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ઉપર સમજ આપવામાં આવી હતી અને શક્ય હોય તેટલા ઓછા અંશે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા સમજ અપાઇ હતી. પ્લાસ્ટિક પર્યાવરણ અને સજીવને કેટલા અંશે નુકશાન કરે છે તે અંગે વિસ્તૃત માહિતી આપી એનસીસી કેડેટ્સે પણ પ્લાસ્ટિક ના ભયજનક પરિણામો સમાજ સુધી પહોંચાડવાના નેમ લીધા હતા. જે ક્ષેત્રમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવો શક્ય નથી ત્યાં રી યુઝ અને રિસાયકલ ના સૂત્ર નો અમલ કરવા હાંકલ કરી હતી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ને સદંતર તિલાંજલિ આપવા હાકલ કરવામાં આવી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




