બનાસકાંઠા,તા.૯
રાજ્યમાં દારૂ બંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે. રોજે રોજે રાજ્યમાં દારૂ ઘુસાડવા બુટલેગરોઅવનવા પેતરા અજમાવતા હોય છે. કિયારે સફળ થઈ જાય છે તો, કિયારે પોલીસ બાતમીના આધારે દારૂ ઝડપી પાડવામાં સફળ થઈ જાય છે. પરંતુ આજે તો બનાસકાંઠામાં બુટલેગરોએ તમામ હદ વટાવી દીધી. બેફામ બુટલેગરોએ પોલીસથી બચવા માટે પોલીસ પર હુમલો કરી પોલીસની ગાડી જ લઈ ફરાર થઈ ગયા.
પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠામાં અમીરગઢ પોલીસે વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી, આ દરમ્યાન એક કારનું ચેકિંગ કરતા સમયે બુટલેગરોએ ફિલ્મી ઢબે પોલીસ પર હુમલો કરી દીધો. પોલીસ કાંઈ સમજે તે પહેલા તો બેફામ બુટલેગરોએ પોલીસની આંખમાં જ્વલનશિલ સ્પ્રે છાંટી દીધો. અને દારૂ ભરેલી કાર છોડી પોલીસની ગાડી લઈ ફરાર થઈ ગયા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજસ્થાન પા‹સગની સ્વીફ્ટ આરજે ૧૮ સીબી ૫૪૧૨ નંબરની ગાડી પર શંકા જતા, તે કારનું ચેકિંગ હાથ ધરવા માટે કાર ઉભી રાખી, તો બુટલેગરોએ બહાર આવી પોલીસ જવાનની આંખમાં જ્વલનશીલ સ્પ્રે છાંટી દીધો અને પોલીસ કર્મીની ખાનગી ગાડી લઈ પરાર થઈ ગયા.
આ ઘટના બાદ પોલીસ બેડામાં હાહાકાર મચી ગયો છે. બુટલેગરોએ પોલીસ પર આ રીતે હુમલો કરી પોલીસની જ ગાડી લઈ ફરાર થઈ જવાની ઘટના રાજ્યમાં લગબગ પહેલી ઘટના હોય તેવું માનવામાં આવી રહ્યું છે. હાલમાં અમીરગઢ પોલીસે, બુટલેગરોની કારમાંથી દારૂ કબ્જે લઈ, આ કાર કોની છે, કારમાં કેટલો દારી છે, તે જાણી અજાણ્યા બુટલેગરો વિરુદ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



