નર્મદા જીલ્લા ના 350 HIV પીડિતો ભગવાન ભરોસે હોય તેમ તંત્ર બિલકુલ લાપરવાહ..?!

0
6

નર્મદા માં સ્ટેચ્યુ પર કરોડો નો ખર્ચ પરંતું HIV ગ્રસ્તો બાબતે તંત્ર અને સ્થાનિક રાજકીય નેતાઓ પણ નિષ્ક્રિય

આરોગ્ય વિભાગ દર મહિને હયાતી નું સર્ટી માંગી દર્દીઓ ને વધુ ધક્કા ખવડાવી હેરાન કરતું હોય તેમ પોતાની મનમાની કરતા રોષ ની લાગણી

નર્મદા જિલ્લા માં આરોગ્ય તંત્ર જાણે ખુદ બીમાર હોય એમ દર્દીઓને તબીબી સહાયના નાણાં પણ નિયમિત ન ચૂકવી પોતના કાયદા બતાવે છે..?

રાજપીપળા : નર્મદા જિલ્લા માં હાલ સરકારી આંકડા પ્રમાણે લગભગ 350 થી વધુ HIV પીડિત દર્દીઓ છે જેમાં અમુક મૃત્યુ પામ્યા છે ત્યારે મૃત્યુ પામવાનું મુખ્ય કારણ પણ તંત્ર ની અમુક મનમાની અને લાપરવાહી છે એમ કહી શકાય જેમાં ખાસ તો સરકારી દવાખાના માં વર્ષો થી ફક્ત લિંક ART સેન્ટર કાર્યરત છે જયારે જરૂરી એવું ART સેન્ટર ન હોવાના કારણે અમુક સમયે દર્દીઓ ને વડોદરા કે સુરત જેવા શહેરો માં અમુક મહિના સારવાર કે તપાસ માટે જવું પડે છે જેમાં નર્મદા માં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા લોકો ને બહાર શહેરો માં જઈ ધક્કે ચઢવું પોષાય એમ ન હોવાના કારણે આવા દર્દીઓ જરૂરી સારવાર કે દવા ન લેવાના કારણે મોત ને ભેટતા હોય ત્યારે સરકાર આરોગ્ય બાબતે ની જરૂરી સેવાઓ નર્મદા જેવા પછાત જિલ્લા માં યોગ્ય રીતે ઉપલબ્ધ કરે એ જરૂરી  છે. સાથે દર મહિને મળતા તબીબી સહાયના નાણાં પણ અનિયમિત મળતા હોય તંત્ર આ માટે પોતાની મનમાની કરતું હોય તેમ દરેક સરકારી સહાય લેવા વર્ષ માં એક વાર હયાતી ના પુરાવા માટે જેતે વિભાગ ના સહી સિક્કા વાળું સર્ટી આપવું પડે ત્યારબાદ લાગતું વળગતું ખાતું આ લાભાર્થી ની સહાય મંજુર કરે પરંતુ તબીબી સહાય ના નાણાં માટે આરોગ્ય વિભાગ દર મહિને હયાતી નું સર્ટી માંગતા દર્દીઓ ને વધુ ધક્કા ખવડાવી હેરાન કરતું હોય તેમ પોતાની મનમાની કરે છે.આ જિલ્લા માં HIV પીડિતો માટે ની કોઈ ખાસ તકેદારી જોવા મળતી નથી માટે સરકાર અને તંત્ર આ માટે ખાસ કાળજી લે એવી માંગ ઉઠી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY