સિડની,તા.૧૩
ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન અંબાતી રાયડૂ પોતાની બોલિંગ એક્શનને લીધે વિવાદમાં પડી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડનીમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં અંબાતી રાયડૂએ બોલિંગ કરી હતી. આ મેચમાં તેની બોલિંગ એક્શન પર પ્રશ્નો ઊઠાવવામાં આવ્યા છે. પ્રાપ માહિતી મુજબ ૩૩ વર્ષના પાર્ટ ટાઈમ ઓફ સ્પિન બોલર અંબાતી રાયડૂને હવે પરીક્ષણમાંથી પસાર થવું પડશે જે હવે પછીના ૧૪ દિવસની અંદર થઈ શકે છે.
બોલિંગ એક્શનની ફરિયાદ સાથેની રિપોર્ટ ભારતીય ટીમ મેનેજમેન્ટને મળી ગઈ છે, જેમાં પ્રશ્નો ઉઠાવાયા છે કે શું તેમની એક્શન કાયદેસર છે. પરંતુ ભારત અ્ને અંબાતી માટે રાહતની વાત એ છે કે ટેસ્ટિંગનું પરિણામ આવશે ત્યાં સુધી તે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરવાનું ચાલુ રાખી શકે છે. પ્રથમ વનડેમાં ભારતે અંબાતી રાયડૂ પાસે બે ઓવર્સ બોલિંગ કરાવી હતી. જેમાં તેણે ૧૩ રન આપ્યા હતા અને એકપણ વિકેટ મેળવી નહતી. મેચમાં અંબાતી રાયડૂ શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. આ મેચમાં ભારત ૩૪ રને હાર્યું હતું.
આંધ્ર પ્રદેશના આ બેટ્સમેને અત્યાર સુધીમાં ૪૬ વનડે મેચ રમી છે જે પૈકી ૧૪૪૭ રન બનાવ્યા હતા. બોલિંગની વાત કરીએ તો રાયડૂએ કરિયરમાં ૧૨૧ બોલ ફેંકિયા છે અને ૩ વિકેટ ઝડપી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






