પ્લાસ્ટિક ની બોટલને તિલાંજલિ આપવાનું આહવાન છતાં સ્ટેજ પર પ્લાસ્ટિક ની બોટલો મુકાઈ.!!
આખા બોલા ભાજપી સાંસદ મનસુખ વસાવાએ ગુજરાત માં દારૂ વેચાતો હોવાનો એકરાર પણ કઈક અલગ રીતેજ કર્યો
રાજપીપળા : ગુજરાતના આખા બોલા સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વાર ભાજપ સરકારની જ પોલ ખોલી છે, રાજસ્થાનના મુખ્યમંત્રીએ ગુજરાતમાં દારૂબંધી બાબતે કરેલા નિવેદનને મુખ્યમંત્રી રૂપાણીએ ભલે ફગાવી દીધું હોય પણ ગુજરાતનાં આખા બોલા ભાજપી સાંસદ મનસુખભાઈ વસાવાએ ગુજરાતમાં દારૂ વેચાતો હોવાનો એકરાર અલગ રીતે જ કર્યો હતો.
આજે રાજપીપળા ટાઉનહોલ ખાતે યોજાયેલા પ્લાસ્ટિક મુક્ત ભારત કાર્યક્રમમાં સાંસદે ગુજરાતમાં દારૂ મળે છે કે કેમ તે બાબત પૂછતાં જણાવ્યું કે, દુનિયાને ખબર છે અને જો હું ના કહું તો હું ખોટો પડું તેમ કહી પોતાના ભાષણમાં જણાવ્યું કે,અંગ્રેજી દારૂ કેમિકલવાળો હોય શરીરમાં જાય તો શરીરને ખતમ કરી નાંખે છે,કેટલાક તો પાછા ગાંજો પીવા જાય છે.પ્લાસ્ટિકની પોટલીનો ઉલ્લેખ કરતા પણ જણાવ્યું કે,ઘણા બધા પીણાં પોટલી સ્વરૂપે લઈ જાય છે,અને પોટલીથી તો નુકસાન જાય જ છે પણ પોટલીમાં રહેલ પદાર્થ થી તો વધુ નુકસાન થાય છે.
જોકે આ કાર્યક્રમ ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો અને તેમાં પણ કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગ દ્રારા નિર્મિત વાંસમાંથી બનાવેલ બોટલનાં નિદર્શન અને લોચિંગ નો હતો જેમાં વાંસ ની બોટલને નેતાઓ અને અધિકારી ઓએ લોન્ચ પણ કરી અને તેના ફાયદા ગણાવ્યા સાથે પ્લાસ્ટિકની બોટલનાં ગેરફાયદા ગણાવ્યા પણ મીડિયાએ પૂછ્યું કે,આ કાર્યક્રમમાં જ મહેમાનો માટે જાહેર સ્ટેજ પર પ્લાસ્ટિકની બોટલ મુકાઈ છે ત્યારે સાંસદે જણાવ્યું કે,હા અમે સ્વીકારીએ છે કે,દરેક કાર્યક્રમમાં આવું જ થાય છે, કલેકટર નર્મદાએ ધ્યાન પણ દોર્યું છે,અને હું પણ કહું છું કે આ માટેની શરૂઆત આપણાથી કરવી જોઈએ અને પ્લાસ્ટિક ની બોટલ ન મૂકાવી જોઈએ.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



