નવનિર્મિત બિલ્ડિંગના સાતમા માળથી મજૂર પટકાયો
સુરત
ખજોદ ખાતે ડાયમંડ બુર્સ પ્રોજેક્ટની નવનિર્મિત બિલ્ડીંગના સાતમાં માળેથી વિનોદ કરનાકર નામના મજૂરનું પટકાતા મોત નિપજ્યું હતું. ત્યારબાદ મજૂરને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક ઘટનામાં વેસુમાં રાજેન્દ્ર પંચમ નામનો મજૂર એરાઈઝ નામની નવનિર્મિત બિલ્ડીંગના ૧૩માં માળેથી પટકાતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. જેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ખજોદ ખાતે ડાયમંડ બુર્સ પ્રોજેક્ટના ૧૫ માળની નવનિર્મિત બિલ્ડીંગમાં વિનોદ કરનાકર(ઉ.વ.આ.૪૫) કામ કરતો હતો. દરમિયાન આજે સવારે સાત વાગ્યાના અરસામાં સાતમાં માળે કામ કરતા નીચે પટકાયો હતો. સાથી મજૂરોને જાણ થતા તેને મૃત હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
રાજેન્દ્ર પ્રીતમ પંચમ (ઉ.વ. ૨૮) વેસુ વીઆઈપી રોડના સંઘની એરાઈઝ નામના નવનિર્મિત બિલ્ડીંગના ૧૩માં માળે પ્લાસ્ટર ચઢાવવાનું કામ કરતો હતો. રાજેન્દ્ર છેલ્લા સાત મહિનાથી કામ કરતો હતો. દરમિયાન આજે સવારે ૧૯ માળનાં પ્રોજેકટમાં ૧૩માં માળે પ્લાસ્ટર પ્લાસ્ટર ચઢાવવાનું કામ કરતો હતો. દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોરના આરીસીસી સ્લેબ પર પટકાયો હતો. ઘટનાની જાણ થતા સાથી મજૂરોએ ૧૦૮ને જાણ કરી હતી. જેથી ૧૦૮ મારફતે રાજેન્દ્રને મલ્ટીપલ ફ્રેક્ચર સાથે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


