માત્ર ૧૫ વર્ષ ની દીકરી હોય ચાઈલ્ડ લેબર એક્ટ મુજબ પણ ગુનો બનતો હોય તો આવા પરિવાર વિરુદ્ધ કડક પગલાં લેવાવા જોઈએ, હાલ નેત્રંગ પો.સ્ટે.માંથી બાળકી ડેડીયાપાડા પોલીસ પાસે જશે.
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : બાળ મજૂરી ગુનો હોવા છતાં કેટલાક માલે તુજારો ગરીબ પરિવાર ના બાળકો નું શોષણ કરી પોતાના કામો માટે બાળ મજૂરી કરાવવા નાના બાળકો ના પરિવાર ને પ્રાલોભનો આપી લલચાવતા હોય જેથી ગરીબ પરિવારો પણ લાલચ માં આવી વ્હાલસોયા બાળકો ને તેમના ભરોસે છોડી દેતા જોવા મળે ત્યાર બાદ આવા બાળકો પાસે ગદ્દા મજૂરી કરાવતા અમુક પરિવારો સામે કડક પગલાં લેવાય તે પણ જરૂરી છે.
હાલ નર્મદા અભયમ મહિલા હેલ્પલાઈન માં આવોજ એક કિસ્સો આવ્યો જેમાં ડેડીયાપાડા ના નાનકડા ગામની ગરીબ પરિવાર ની ૧૫ વર્ષ ની બાળકી કે જે પોતાની માતા સાથે રહેતી હતી પણ આર્થિક હાલત નબળી હોય માતા એ ઘરકામ માટે આ સગીર બાળકી ને નેત્રંગ એક પરિવાર ના ઘરે મૂકી હતી ત્યાં તેને રહેવા,જમવા તેમજ પહેરવા કપડાં આપવામાં આવતા હતા પરંતુ જ્યારે સગીરા ની માતા પોતાની દીકરીને મળવા ૨-૩ વખત નેત્રંગ ગયા ત્યારે પરિવાર તેમને દીકરી ને મળવા દેતા ન હતા જેથી માતા ને ડર હતો કે કદાચ તેના લગ્ન કોઈ ની સાથે કરાવી દેશે જેથી દીકરી ને મળવા પ્રયત્ન કરતા રહ્યા છતાં ન મળવા દેતા આખરે નર્મદા અભયમ ટીમ નો સંપર્ક કરી મદદ માંગતા રાજપીપળા અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સગીરા ને જે સ્થળે રાખવામાં આવી હતી ત્યાં પહોંચી જ્યાં સગીર બાળકી મળી આવી પરંતુ તેને રાખતો પરિવાર બહાર ગયો હોવાથી મળી શક્યો ન હોય આ બાળકી સાથે અભયમ ટીમ અને તેના મમ્મી એ વાત કરતા જાણવા મળ્યું કે તેના ફુલહાર ની વિધિ માટે ઘર મા વાતચીત ચાલતી હતી પરંતુ હેલ્પ લાઈને સગીર વય ની દીકરી હોવાથી તથા આગળ ની કાર્યવાહી માટે નેત્રંગ પોલીસ સ્ટેશન મા લઈ જવાઇ હતી.જોકે અમે નેત્રંગ પો.સ્ટે.નો સંપર્ક કર્યો ત્યાંથી એમ જાણવા મળ્યું કે આ બાળકી ડેડીયાપાડા ની હોય ડેડીયાપાડા પોલીસ ત્યાં લઈ જઈ આગળ ની કાર્યવાહી ત્યાં કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




