રાજપીપળા પાલીકા પુસ્તકાલય પર ચાલતા સરકારી આર્યુવેદ દવાખાના ને તાળા,દર ગુરુવારે આવતા ડોક્ટર
સરકારી આયુર્વેદીક હોસ્પિટલ માં ૦૫ ડોક્ટરો ની જગ્યા સામે ૦૩ ડોક્ટરો જ્યારે ૧૬ આયુર્વેદ દવાખાના મા માત્ર ૦૪ જ ડોકેટરો હોવાથી દર્દીઓને મોટી તકલીફ
રાજપીપળા ના મુખ્ય દવાખાના ના ડોક્ટર ની અન્યત્ર બદલી થતા દર ગુરુવારે અન્ય તાલુકા ના ડોકેટર ને અહીં જવાબદારી સોંપતા અન્ય દિવસો એ તાળા જોઈ પરત ફરતા દર્દીઓ
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લા માં આરોગ્ય સેવા તદ્દન કથળી રહી હોય તેમ “અંધેર નગરી ગંડુ રાજા” જેવો ઘાટ જોવા મળે છે કેમ કે જિલ્લા ના વડા મથક રાજપીપળા સિવિલમાં પણ અનેક તકલીફો બાદ હવે આર્યુવેદીક વિભાગમાં પણ ડોક્ટરો નથી જેમાં જાણવા મળ્યા મુજબ નર્મદા જિલ્લા માં ૧૬ આર્યુવેદીક સરકારી દવાખાના ખુલ્લા જરુર મુકાયા છે પરંતુ એ તમામ શોભાના ગાંઠિયા સમાન લાગી રહ્યા છે. ૧૬ દવાખાના સામે માત્ર ૦૪ રેગ્યુલર ડોક્ટર છે. જ્યારે આર્યુવેદ હોસ્પિટલ માં ૦૫ ના મહેકમ સામે ૦૩ ડોકેટરો હોય દર્દીઓ સારવાર વગર ધક્કે ચઢી રહ્યા છે.આરોગ્ય બાબતે જિલ્લા ના દર્દીઓ જાયે તો જાયે કહા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. આ જિલ્લા માં વર્ષો થી ડોક્ટરો ની ઘટ બાબતે સરકાર ને કોઈજ ચિંતા લાગતી નથી અને વિકાસ ની ફક્ત વાતો કરતી સરકાર જો આ હાલતને વિકાસ કેહતી હોય તો એ ગરીબ દર્દીઓની મજાક સમાન છે.આરોગ્ય બાબતે તદ્દન કથળેલી નર્મદા જિલ્લા ની હાલત માટે સ્થાનિક રાજકીય આગેવાનો પણ જાણે બીમાર થઈ ગયા હોય એમ કોઈને કઈ પડી નથી ત્યારે જિલ્લાના રાજકીય અગ્રણીઓ પણ આ બાબતને ગંભીરતા થી લઈ રજુઆત કરે અને ઘટતા ડોકેટરો મુકાય તે જરૂરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





