નર્મદા જિલ્લા ના ૩૫૦ જેવા HIV પીડિતો ને વધુ એક તકલીફ,ટીબી સામે રક્ષણ આપતી દવા કોઈ મોકલવા રાજી નથી..?!

0
170

તબીબી સહાય ના નાણાં બાદ હવે સરકાર દ્વારા અપાતી IPT ટેબલેટ પણ રાજપીપળા નથી પહોંચતી

અન્ય જિલ્લાઓ માં આ ટેબલેટ નો 6 મહિના નો કોર્ષ પૂરો થઈ ગયો હોવા છતાં નર્મદા ના એક પણ પીડિત ને આ દવા મળી નથી..!

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : ગુજરાત સરકાર HIV/AIDS પીડિતો માટે ઘણી સારી યોજના અમલમાં મૂકે છે પરંતુ તે યોજનાનો લાભ પીડિતો સુધી પહોંચે એ બાબતે લાગતા વળગતા ખાતા ની વારંવાર નિષ્ક્રિયતા સામે આવી હોય આખરે પીડિતો સુધી યોગ્ય રીતે પૂરો લાભ પહોંચતો નથી અથવા ઘણો મોડો મળે છે .તેવીજ રીતે નર્મદા જિલ્લા ના ૩૫૦ જેવા HIV પીડિતો લાંબા સમય થી તબીબી સહાય ના નાણાં માટે ધક્કે ચઢે છે અને હવે ટીબી સામે રક્ષણ આપતી IPT દવા પણ લાંબા સમય થી મળી ન હોવાનું પ્રકાશ માં આવ્યું છે.

સરકારે ઘણા મહિનાઓ થી ગુજરાત ના HIV પીડિતો માટે ચાલતી ART દવા સાથે ટીબી સામે રક્ષણ આપતી અન્ય એક IPT નામની દવા પણ શરૂ કરાઈ છે જે HIV પીડિતો ને TB ના ચેપ સામે રક્ષણ આપી એ વધુ બીમાર ન પડે તે માટે અત્યંત જરૂરી હોવા છતાં નર્મદા જિલ્લા માં આ દવા હજુ સુધી એક પણ પીડિતને અપાઈ નથી. ત્યારે વડોદરા એઆરટી સેન્ટર પર થી રાજપીપળા સિવિલ ના લિંક એઆરટી ખાતે આ દવા ના બોક્સ નહિ લવાયા હોવાથી આ દવા નર્મદાના દર્દીઓ સુધી પહોંચી ન હોવાની મામુલી વાત હોય સરકાર જો કરોડો રૂપિયાની દવા દર્દી ઓને મફત માં આપતી હોય ત્યારે જે તે સેન્ટર સુધી આ દવાઓ પહોંચાડવાની જવાબદારી કોની હશે..?અને નર્મદા જેવા પછાત જિલ્લા માટે અત્યંત જરૂરી આ દવા હજુ સુધી કેમ પહોંચી નથી…?

◆◆ : આ બાબતે અમે વડોદરા સયાજી હોસ્પિટલ ના એઆરટી સેન્ટર પર તપાસ કરતા જાણવા મળ્યું કે IPT દવા ના બોક્ષ મોટા હોય જે તે સેન્ટર ના કાઉન્સિલર લઈ જઈ શકે તેમ નથી અને નાના મોટા દરેક સેન્ટર ઉપર આ બોક્ષ પહોંચાડવા ની અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે નર્મદા માં હજુ સુધી આ દવા પહોંચી નથી.

●● સરકાર આખા ગુજરાત ના દર્દીઓ માટે દવા મોકલતી હોય તો નર્મદા જિલ્લા માં કેમ હજુ સુધી આ દવા મળી નથી…?વડોદરા થી માત્ર ૭૦ કી.મી.ના અંતરે આવેલા રાજપીપળા ના સેન્ટર પર આ જરૂરી દવા ક્યારે આવશે અને HIV પીડિતો ટીબી જેવા રોગ સામે શિયાળા ની ઋતુ માં રક્ષણ ક્યારે મેળવશે એ જોવું રહ્યું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY