સવારે ગાઢ ધુમ્મસ સાથે થથરાવતી ઠંડી વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત,વહેલી સવારે દૂધ,પેપર સહિત ના ધંધા સાથે સંકળાયેલા લોકો ને મુશ્કેલી

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા માં છેલ્લા ૨ દિવસ થી દાઢ થિજાવતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસ પડતા લોકો ના કામ ધંધા પર માઠી અસર પડી રહી છે. જેમાં ખાસ કરીને દુધ, અખબાર સાથે સંકડાયેલા વ્યક્તિઓ ને વહેલી સવારે ભારે તકલીફ પડે છે.સાથે સવારે ટ્યુશન કલસો માં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ ની હાલત પણ કફોડી જોવા મળી રહી છે.રાજપીપળા એસટી ડેપો સહિત અનેક વિસ્તરો માં સવારે લોકો તાપણું સળગાવી ઠંડી થી રાહત મેળવતા જોવા મળ્યાં હતાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



