નર્મદા પોલીસે છેલ્લા ૬ મહિના માં ઈ-મેમો દ્વારા વાહન ચાલકો ને ૬ લાખ થી વધુ નો દંડ ફટકાર્યો

0
40

નર્મદા કમાન્ડ કંટ્રોલન ની બાઝ નજર હેઠળ ૬૧૫૨ વાહન ચાલકો ને ઈ-મેમો ફટકારાયા 

૨૦૧૯ ના છેલ્લા ૬ મહિના દરમિયાન કુલ -૬૧૫૨ ચલણ પૈકી ૨૭૫૮ ની વસુલાત કરાઈ જ્યારે અન્ય બાકી ના ૩૩૯૪ વાહન માલિકો પાસે દંડ વસુલાત બાકી છે.

ચલણ મળ્યા બાદ આળસ કરતા વાહન માલિકો આળસ ખંખરે નહિ તો RTO માં દંડ ની રકમ નો બોજ નંખાશે.

સૌથી વધુ ત્રણ સવારી અને ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરનાર વિરુદ્ધ કાર્યવાહી

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા શહેર માં લાગેલા સીસીટીવી કેમેરા તો પોતાનું કામ કરે જ છે પરંતુ તેની ઉપર બાઝ નજર રાખતા નર્મદા કમાન્ડ કન્ટ્રોલ દ્વારા છેલ્લા ૬ મહિના એટલે કે જુલાઈ-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ દરમિયાન વાહન ચાલકો ને ૬૧૫૨ ચલણ (ઈ-મેમો)અપાયા જેમાં ખાસ બાઈક પર ત્રણ સવારી અને ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરનાર વિરુદ્ધ ખાસ કાર્યવાહી કરી કુલ-૬,૩૧, ૮૦૦/- રૂપિયા દંડ ફટકાર્યો પરંતુ એ પૈકી ૨૭૫૮ પાસે વસુલાત કરી કુલ-૩,૪૪,૬૦૦/- રૂપિયા વસુલાત કરવામાં આવી જ્યારે ૩૩૯૪ ચલણ નો દંડ હજુ બાકી હોય એ તમામ વાહન માલિકો જો દંડ ની રકમ નહિ ભરે તો તેમની સામે કાયદેસર કાર્યવાહી અથવા RTO માં બોજ નંખાશે તેમ જાણવા મળ્યું છે.માટે ઈ-મેમો લઈ ને બેઠેલા અને દંડ ભરવામાં આળસ કરતા વાહન માલિકો એ હવે ચેતવું પડશે નહિ તો તકલીફ પડશે.

◆ કેટલાક વાહન ચાલકો પણ ચાલાક બની ગયા હોય કાયદાના ચક્કર માં ભેરવાશે.

રાજપીપળા શહેર માં ચર્ચાતી વાત મુજબ કેટલાક બાઈક ચાલકો કેમેરા ની નજર થી બચવા આગલી નંબર પ્લેટ બેન્ડ વાળી દેતા હોય જેથી સ્પષ્ટ નંબર કેમેરા માં જણાય નહિ માટે ઈ મેમો થી બચી શકાય જ્યારે કેટલાક હજુ એવું પણ વિચારે છે કે જૂની બાઈક ખરીદી હોય નામ ટ્રાન્સફર ન કરાવીએ તો મુખ્ય વાહન માલિક ને ત્યાં ઈ- ચલણ જશે અને પોતે બચી જશે…પરંતુ આવી છટક બારી કરનારા તત્વો પણ કાયદાના ચક્કર માંથી કેટલું બચશે..?ગમે ત્યારે તો ભાંડો ફૂટશે અને ભેરવાશે એ વાત ચોક્કસ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY