વલસાડ,તા.૨૨
વલસાડના ગુંદલાવ હાઇવે પર ડિવાઇડર સાથે અથડાયેલી કાર લક્ઝરી બસમાં ઘૂસી જતા કારમાં સવાર ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે લક્ઝરી બસમાં સવાર એકને ઈજા પહોંચી હતી.
મુંબઈના વિરારમાં રહેતા યોગેશ પટેલ તેમની પત્ની અને દીકરી સાથે સુરતથી મુંબઈ તરફ પોતાના ઘરે કાર લઈને જઈ રહ્યા હતા. દરમિયાન રવિવારે વલસાડ હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગુંદલાવ નજીક આવેલ ગૌ શાળા પાસે અચાનક તેમની કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર મુંબઈ તરફથી ધંધુકા જતી લકઝરી બસ નં. જીજે-૧૪-એક્સ-૨૪૯૩ સાથે ધડાકાભેર લકઝરી બસ સાથે ભટકાઈ હતી. જેમાં કાર લક્ઝરીના નીચે ઘૂસી જતાં ચકદાઇ ગઈ હતી. જેને ક્રેન બોલાવી લકઝરી નીચેથી કારને કાઢવામાં આવી હતી. કાર ચાલક યોગેશ પટેલ અને તેની પત્ની જ્યોતિ યોગેશ પટેલ અને તેની દીકરીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ૧૦૮ની ટીમે જ્યોતિબેન પટેલ પાસેથી સોનાના ઘરેણાં મળ્યા હતા જે વલસાડ રૂરલ પોલીસને સુપ્રત કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



