ઓરિસ્સા,તા.૨૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરિસ્સાના તાલચરમાં ખાતરના કારનાખાનાનો પુનરૂદ્ધાર કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકને આડેહાથ લીધા હતાં. વડાપ્રધાને પોતાન સંબોધનમાં ૨૦૧૯ના ચૂંટણી લંગની તસવીસ સ્પષ્ટ કરતા ઈશારામાં જ ભાજપની જીનો દાવો પણ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે, ખાતરના કારખાનામાં ૩૬ મહિના બાદ ઉત્પાદન શરૂ થઈ જશે અને તમને વિશ્વાસ અપાવું છું કે તેનું ઉદ્ઘાટન કરવા પણ હું જ આવીશ.
આજની રેલીમાં આશ્ચર્યજનક રૂપે પીએમ મોદીએ કોંગ્રેસને ઓછી પણ નવીન પટનાયક પર વધારે આક્રમક લવણ અપનાવ્યું. ઓરિસ્સામા વડાપ્રધાન બીજેડી (બીજુ જનતા દળ) વિરૂદ્ધ ભાજપની રાજકીય શતરંજ તૈયાર કરતા નજરે પડ્યાં. એક તરફ મોદીએ એવો સંદેશ પણ આપવાનો પ્રયાસ કર્યો કે ૨૦૧૯માં વિપક્ષની એકજુથતા વચ્ચે પણ તેમની સરકાર જ સત્તામાં આવશે. અહીં વડાપ્રધાને પોતાની સરકારની સફળતાઓ ગણાવી અને નવીન પટનાયક પર પ્રહારો કર્યા.
વડાપ્રધાને કહ્યું કે, સરકાર ખાતરના કારખાનાઓ પર લગભગ ૧૩ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવા જઈ રહી છે. માટે ઓરિસ્સાના લોકો, તેમાં પણ ખાસ કરીને યુવાઓને હું અભિનંદન આપું છું. અગાઉની સરકારો પર નિશાન તાકતા તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૦માં તાલચર ખાતર કારખાનાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ વાતો માત્ર કાગળ પર જ રહી. પરંતુ મેં અધિકારીઓને પુછ્યું કે આ કારખાનાનું કામ ક્્યારે પુરૂ થશે. તો તેમણે જણાવ્યું કે, ૩૬ મહિનામાં આ કામ પુરૂ કરી લેવામાં આવશે. હું તાલચરના લોકોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે, ૩૬ મહિના બાદ હું તમારી વચ્ચે આવીશ અને તેનું લોકાર્પણ કરીશ.
વડાપ્રધાને સ્વચ્છતા મિશનના બહાને પણ નવીન પટનાયકની સરકાર પર નિશાન તાક્્યું હતું. તેમણે કહ્યું હતું કે, ૨૦૧૪માં ગ્રામીણ સ્વચ્છતાનો વિસ્તાર ઓરિસ્સામાં માત્ર ૧૦ ટકા હતો. જેને અમારી સરકારે ગતિ આપવાનો પ્રયાસ કર્યો તો આ વિસ્તાર ૫૫ ટકા થઈ ગયો. મેં રાજ્યના મુખ્યમંત્રી નવીન બાબૂને આગ્રહ કર્યો હતો કે, દેશ સ્વચ્છતા તરફ આગળ વધી રહ્યો છે, ઓરિસ્સા પાછળ રહી જશે. અહીં શૌચાલય નથી બની રહ્યાં. મેં તેમને આ બાબતે સંદેશો પાઠવ્યો હતો. હું માતા હિંગુલાની ધરતી પરથી ફરી એકવાર નવીન પટનાયકને આગ્રહ કરુ છું. ઓરિસ્સાના લોકોને ઉત્તમ સ્વાસ્થ્ય માટે ઉત્તમ સ્વચ્છતાની જરૂર છે.
વડાપ્રધાને કહ્યું હતું કે, આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત થવા જઈ રહી છે. દેશના ૧૦ કરોડ ગરીબ પરિવારોને મફતમાં સારવાર મળશે. હિંદુસ્તાનના મોટા ભાગના રાજ્યો તેની સાથે જાડાઈ ગયાં છે. અહીં તેમણે જનમેદને સવાલ કર્યો હતો કે, ઓરિસ્સાના લોકોને તેનો લાભ મળવો જાઈએ કે ન મળવો જાઈએ? તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં અનેક મેડિકલ કોલેજ નએ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પર કામ થઈ રહ્યું છે, કેન્દ્રએ પૈસા આપી દીધાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


