વોટ્‌સએપ બંધ થતાં જ ટ્વિટર પર આવ્યા પ્રતિભાવ, “હું કેવી રીતે જીવીશ!”

0
4

ન્યુ દિલ્હી,તા.૨૩
મંગળવારે રાત્રે ટ્વિટર પર વોટ્‌સએપ ટ્રેન્ડ થયું હતું. રાત્રે થોડા સમય માટે દુનિયાભરમાં સૌથી પ્રસિદ્ધ મેસેજિંગ એપ્લિકેશન વોટ્‌સએપ બંધ થઈ ગઈ હતી. દુનિયાભરના યુઝર્સે આ સમસ્યાનો સામનો કર્યો હતો. વોટ્‌સએપ બંધ થતાની સાથે જ ટ્વિટર પર લોકોએ પોતાની અવનવી પ્રતિક્રિયા શેર કરી હતી.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ૧.૫ બિલિયન યુઝર્સમાંથી ઘણા યુઝર્સને મંગળવારે રાત્રે વોટ્‌સએપમાં સમસ્યા આવી હતી. એન્ડ્રોઇડ અને આઈઓએસ બંનેમાં આ સમસ્યા જાવા મળી હતી. આવું શા માટે થયું હતું તે અંગે કંપની તરફથી હજી સુધી કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી.
એક યુઝરે લખ્યું કે, “મેં મારા ફોનનો ડેટા કાઢી નાખ્યો, એક વખત ફોનને રિસ્ટાર્ટ કરી જાયો, વોટ્‌સએપ ફોનમાંથી રિમૂવ કરીને ફરીથી ઇન્સ્ટોલ પણ કરી જાયું, ઈંવોટ્‌સએપ હજુ પણ બંધ છે.”
અન્ય એક યુઝરે ટ્વિટ કરતા લખ્યું છે કે, “વોટ્‌સએપ ડાઉન થઈ ગયું હતું, મારે દૂધ લેવા માટે બહાર જવું પડ્યું હતું. હું કેવી રીતે જીવીશ! ચમત્કાર!”
એક ભારતીય યુઝરે પ્રતિક્રિયા આપતા ટ્‌વટિર પર લખ્યું છે કે, “ફરી એક વખત વોટ્‌સએપ બંધ થઈ ગયું છે. શું તમે આવું સવારમાં ન કરી શકો, આવું થશે તો મારે સવારમાં મારા પરિવારને ગુડ મોર્નિગનો મેસેજ નહીં કરવો પડે.”
બીજી તરફ વોટ્‌સએપ તરફથી જાહેરત કરવામાં આવી છે કે હવેથી યુઝર્સ એક સાથે પાંચ કરતા વધારે યુઝર્સને મેસેજ ફોરવર્ડ નહીં કરી શકે. ફેસબુકે વૈશ્વિક સ્તર પર આ જાહેરાત કરતા યુઝર્સ નવી પોલીસીની ખૂબ ટીકા કરી રહ્યા છે. વોટ્‌સએપે ભારતમાં આ નીતિનો અમલ પહેલાથી જ કરી દીધો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY