સિકલસેલ રોગને લીધે સગર્ભા માતાઓના સંભવિત મૃત્યુ સામે રક્ષણ મળી રહે તે માટે આમ જનતાનું સ્ક્રીનીંગ કરવા ડીડીઓની સૂચના

જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમે સાગબારા સામૂહિક અને સેલંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની લીધેલી મુલાકાત
રાજપીપળા : નર્મદા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમે સાગબારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સેલંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ આ કેન્દ્રોમાં દરદીઓને અપાઇ રહેલી આરોગ્યલક્ષી સારવાર-સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. સાગબારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે માસિક ૧૨૦ કરતા પણ વધુ પ્રસ્તુતિ કરવામાં આવતી બાબતને બિરદાવી દવાખાનામાં કરાતી સ્વચ્છતા જાળવણીથી પણ તેઓ પ્રભાવિત થયા હતાં. પરંતુ શું જિલ્લા વિકાસ અધિકારીએ આરોગ્ય અધિકારીઓ પાસે સિકલસેલના દર્દીઓ કેટલા એ સાચા માંગ્યા…? કદાચ જો માંગ્યા હોય તો ગપગોળાજ હશે કેમકે ભૂતકાળમાં આ આંકડા માટેના સર્વેમાં આરોગ્યનાજ એક અધિકારીએ ગોાળા કરી લાખની સરકારી ગ્રાન્ટ ચાઉં કર્યાની વાત સામે આવી હતી ત્યારબાદ પોલ ન ખુલે એ માટે ધમપછાડા પણ માર્યા હતા ત્યારે કદાચ આજે નર્મદા જિલ્લામાં કેટલા સિક્લસેલના દર્દીઓ છે એ સાચો આંકડો મળવો મુશ્કેલ છે.
વધુમાં નર્મદા જિલ્લામાં કાર્યરત ચાર બાલ સેવા કેન્દ્રો પૈકી સાગબારા બાલ સેવા કેન્દ્રમાં એપ્રિલથી ડિસેમ્બર-૨૦૧૮ સુધી ૧૩૫ જેટલા દાખલ કરાયેલા બાળકો પૈકી ૫૪ બાળકો સાજા થયેલ છે. જ્યારે અધુરી સારવાર મૂકીને જનારા ૮ જેટલા બાળકોની બાબત જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમની મુલાકાત દરમિયાન ધ્યાને આવતા અધુરી સારવારવાળા તમામ બાળકોને દવાખાનામાં પૂનઃ દાખલ કરવા અને આવા બાળકો સાજા થયા બાદજ રજા લે તે જોવાનું સૂચન કર્યું હતું. અત્રે ઉેખનીય છે કે, બાલ સેવા કેદ્રમાં અતી કુપોિત બાળકોને ૧૪ દિવસ દાખલ કરીને સારવાર અને સલાહ આપવામાં આવે છે અને બાળકની માતાને સાથે રહેવાના રૂા. ૧૦૦/- લેેખે કુલ રૂા.૧૪૦૦/-ની સહાય ચૂકવવામાં આવે છે.પરંતુ કુપોષિત બાળકોના આ સરકારી આંકડા પણ સાચા છે કે કેમ એ એક સવાલ છે કેમકે અગાઉ સિકલસેલ ગોટાળાની વાત આખી દબાઈ ગઈ હતી ત્યારે જો સિકલસેલ અને કુપોષિત બાળકો બાબતે નર્મદા જિલ્લામાં સાચો સર્વે થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવે એમ છે.
જિલ્લામાં સિકલસેલ રોગના લીધે સરેરાશ આયુષ્યમાં ઘટાડો થવા ઉપરાંત સગર્ભા માતાઓના સંભવિત મૃત્યુ સામે રક્ષણ મળી રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમે તમામ લોકોનું સ્ક્રીનીંગ કરવાનું સૂચન કરી આવા દરદીઓ સાથે જરૂરી પરામર્શ થકી લગ્ન અને પ્રસુતિ અંગે જરૂરી સલાહ પૂરી પાડવાની પણ હિમાયત કરી હતી. આ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત દરમિયાન તેમને દરદીઓ સાથે પણ ચર્ચા કરી તેમને અપાતી સેવાઓ-સારવાર અંગે પૂછતાછ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ આવી વિઝિટ કરતા જો ખાનગી રહે તપાસ થાય તો જિલ્લામાં દર્દીઓના સાચા આંકડા અને અપાતી સાચી સેવાઓ કેટલા અંશે વ્યાજબી છે એ હકીકત બહાર આવે એમ હોય ત્યારે આવી સરપ્રાઈઝ વિઝિટ કે તપાસ કોણ કરશે…?
બોક્ષ : દર્દીઓને સરકાર દ્વારા મળતા અમુક લાભો પણ ખવાઈ જતા હોય છે ત્યારે ફક્ત આરોગ્ય વિભાગ નહીં બલ્કે મોટા ભાગના સરકારી વિભાગોમાં અમુક અધિકારીઓની મિલી ભગતના કારણે ગરીબ લોકો માટે જાહેર કરેલી સરકારી યોજનાના લાભોથી લોકો વંચિત રહી જાય છે.અને આગેવાનો આરટીઆઈ કરે કે આવેદનો આપે આખરે નિરાશા સિવાય કાંઈ મળતું નથી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



