તમે પોલીસને પૈસા આપી ખોટી માપણી કરાવેલ છે તેમ કહી ઝાડ સાથે બાંધી માર્યો 

0
30

રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગઢ ગામમાં જમીનની માંપણી બાબતે એક વ્યક્તિને ઝાડ સાથે બાંધીને માર મારતા ફરિયાદ નોંધાઈ હતી 

ડેડીયાપાડાના ગઢ ગામમાં રહેતા શંકરભાઇ બામણીયાભાઇ વસાવા ઘરેથી ખેતર જતા હતા ત્યારે ગામનાજ (૧) મોહનભાઇ પારસીંગભાઇ વસાવા (૨) દલસુખભાઇ પારસીંગભાઇ વસાવાએ તેમને જણાવ્યું કે તમે જે જમીન માપણી કરાવેલ છે તે ખોટી છે તમે પોલીસને પૈસા આપી ખોટી માપણી કરાવેલ છે તેમ કહી ઢીકાપાટુનો માર મારવા લાગેલ ત્યાર બાદ એ લોકોનું ઉપરાણુ લઇ (૩) મથુરભાઇ પારસીંગભાઇ વસાવા (૪) માધુસીંગભાઇ પારસીંગભાઇ વસાવા (૫) છત્રસીંગભાઇ પારસીંગભાઇ વસાવા પણ ત્યાં દોડી આવી શંકરભાઇને માર મારેલ તથા મોહન વસાવાએ લાકડા વડે સપાટા માર્યા બાદ દલસુખ વસાવાએ જમીન ઉપર પડેલ પથ્થર હાથમા લઇ મારી ઇજા કરીને શર્ટ તથા દોરડા વડે તેમને ઘર પાસે આવેલ ઝાડ સાથે બાંધી પિતા બામણીયાભાઇ મીરીયાભાઇ વસાવા તથા માતા પાયલીબેન બામણીયાભાઇ વસાવાને ધોલધપાટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરતા શંકર વસાવાએ આ પાંચ વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે તપાસ પીએસઆઇ કે એલ ગળચર કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY